આગામી દિવસોમાં છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થોડા જ દિવસોમાં થવા જઈ રહ્યું છે. સૂત્રોના અનુસાર વિધાનસભા ચૂંટણી પહેલા મોદી સરકાર છત્તીસગઢને મોટી ભેટ આપી શકે છે. એવું માનવામાં આવે છે કે છત્તીસગઢના કોઈપણ સાંસદને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. મોદી કેબિનેટમાં સામેલ થનારા કેટલાક નેતાઓના નામ પણ સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંસદ સરોજ પાંડેને મળી શકે છે સ્થાન
રાયપુરના સાંસદ સુનીલ સોની,  રાજ્યસભાના સાંસદ સરોજ પાંડે, રાજનાંદગાંવના સાંસદ સંતોષ પાંડે અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અને બિલાસપુરના સાંસદ અરુણ સાઓ શામિલને મોદી કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે દુર્ગના સાંસદ વિજય બઘેલનું નામ પણ આ યાદીમાં છે.  


આ સિવાય વિપક્ષના નેતા નારાયણ ચંદેલ અને પૂર્વ મુખ્યમંત્રી ડો.રમણ સિંહને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. જોકે, ભાજપ તરફથી આ પ્રવાસ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ભાજપના સાંસદો દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહને પણ મળશે અને રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરશે.
 
કહેવામાં આવી રહ્યું છે કે દિલ્લીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં મોદી કેબિનેટમાં કોને સ્થાન આપવું તે અંગે વોટિંગ થશે. રાજ્યના સાંસદો આગ્રહ કરશે કે રાજ્યમાંથી કોઈ ચહેરાને પણ મોદી કેબિનેટમાં સ્થાન આપવામાં આવે, જેથી પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં તેનો ફાયદો મળે. આ કારણે તમામ નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે.


બિહારમાં નીતિશને દબાવવા મોદીના હનુમાનને બનાવવા પડશે મંત્રી, મહારાષ્ટ્રને લાગશે લોટરી


ગંગા વિલાસ ક્રુઝ: 18 લગ્ઝરી સુઈટ અને 3,200 કિલોમીટરની સફર, જુઓ ક્રૂઝની અંદરના Photos


અત્યંત ડરામણું! શિક્ષિકાએ સ્ટુડન્ટને લાફા માર્યા અને પછી ગળું દબાવ્યું, જુઓ Video


જણાવી દઈએ કે છત્તીસગઢમાં 2023ના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં અત્યારે કોંગ્રેસની સરકાર છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં પાછા ફરવા અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ઘેરવાની રણનીતિ પર કામ કરી રહી છે. ગયા વર્ષે, ભાજપે છત્તીસગઢ ભાજપના પ્રભારી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાને બદલ્યા હતા. પાર્ટી ગુજરાત ફોર્મ્યુલાની તર્જ પર છત્તીસગઢમાં પણ ચૂંટણીની રણનીતિ પર કામ કરી રહી છે.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube