નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના બૈતુલમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો છે. એક ચોરે ભગવાનના નામે પત્ર લખીને મંદિરની દાનપેટી તોડીને ચોરી કરી. બૈદુલના સારણીમાં રાધાકૃષ્ણન વોર્ડમાં આવેલા સિદ્ધેશ્વર હનુમાન મંદિરની દાનપેટી તોડીને હજારોની ચોરીની ઘટના બની છે. જોકે, ચોરી કરતાં પહેલા ચોરે ભગવાનની માફી માગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોરે પોતાના પત્રમાં લખ્યું છે કે, "હું હેરાન-પરેશાન થઈને આ અપરાધ કરી રહ્યો છું. મારા તમામ અપરાધ માફ કરવા આપને વિનંતી છે." ચોર ચોરી કર્યા પછી દાનપેટી પાસે આ પત્ર લખીને જતો રહ્યો હતો. 


ઉત્તરાખંડમાં ચીનની સરહદ નજીક આવેલા 14 ગામનાં લોકોનું સ્થળાંતર, કેન્દ્ર સરકાર એક્શનમાં


દાનપેટી છેલ્લા 3 વર્ષથી ખોલવામાં આવી ન હતી અને તેમાં રૂ.40થી 50 હજાર જેટલી રકમ એક્ઠી થઈ હોવાનું અનુમાન છે. શ્રદ્ધાળુઓ જ્યારે મંગળવારે મંદિરે દર્શન કરવા આવ્યા ત્યારે મંદિરની દાનપેટી તુટેલી મળી હતી. ત્યાર પછી તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 


ચોરે ભગવાનને સંબોધીને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે લખ્યું છે કે, "હે ભગવાન, અત્યાર સુધી મારા જીવનમાં જે કોઈ ભુલો કરી છે તેના માટે તમે મને માફ કર્યો છે અને આજથી હું તેને સંપૂર્ણપણે છોડી દઈશ. એવી કોઈ પણ ભૂલ નહીં કરું. પાપાજી માટે તમારે આવવું જ પડશે. હવે જો બધું જ સારું થઈ જશે તો સમજીશ કે તમે મને અંતિમ તક આપી છે. ભગવાન જો બધું જ સારું રહેશે તો હું તમારા કોઈ પણ મંદિરમાં રૂ.500નું દાન કરીશ." પોલીસે આ પત્ર કબ્જામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે. 


જુઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....