ખેડૂતોની આવકમાં વધુ વધારો થશે, સરકારે ઘઉં અને મસૂર સહિત 6 રવિ પાક પર MSP વધારી
કેન્દ્ર સરકારે ઘઉં અને સરસવ સહિત છ પાક પર એમએસપી વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે ખેડૂતોની આવક વધારવી સરકારનું મહત્વનું લક્ષ્ય છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે આ દિશામાં સતત કામ કરી રહી છે. આ કડીમાં સરકારે દિવાળી પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે રવિ પાક પર એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝમાં વધારો કર્યો છે. કેબિનેટે એમએસપીમાં 2 ટકાથી લઈને 7 ટકા સુધીના વધારાની મંજૂરી આપી છે. કેબિનેટની બેઠકમાં સરકારના આ નિર્ણય પર મહોર લાગી છે.
સરકારે ઘઉં અને સરસવ સહિત છ પાકની એમએસપી વધારવાનો નિર્ણય કર્યો છે. ઘઉં, જુવાર, બટાટા, ચણા, મસૂર, અળસી, વટાણા તથા સરવસ રવિ સીઝનના મુખ્ય પાક માનવામાં આવે છે. ઘઉંનું સમર્થન મૂલ્ય 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી વધારી દીધુ છે.
દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની ભેટ, ડીએમાં થયો 4 ટકાનો વધારો
શું હોય છે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (MSP)
હકીકતમાં ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે તે માટે એમએસપીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. તે માટે સરકાર પાકની એક મિનિમમ કિંમત નક્કી કરે છે. તેને ન્યૂનતમ સમર્થન મૂલ્ય કહે છે. આ વ્યવસ્થાનો ફાયદો તે છે કે જો કોઈ પાકની બજાર કિંમત ઘટી જાય તો પણ કેન્દ્ર સરકાર એમએસપી પર ખેડૂતોનો પાક ખરીદે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube