Ram Sita Coins: હિંદુસ્તાન પર ઘણા વર્ષો સુધી મુઘલોએ શાસન કર્યું. એમાંથી જ એક મુઘલ છે કે, જેણે પોતાના સમયમાં ભગવાન રામ અને સિતાની તસવીરવાળા સિક્કા છપાવ્યા હતા. જી હા... આ હકીકત છે. અમે જેની વાત કરી રહ્યા છીએ તે મુઘલનું નામ છે અકબર... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકબરનું શાસન બીજા મુઘલો કરતા થોડું અલગ હતું. તેમણે પોતાના સમયમાં હિંદુ મંદિર બનાવવાની અનુમતિ આપી હતી. આ સિવાય ઘણા મંદિરોનો વિકાસ પણ કરાવ્યો હતો પરંતુ અહીં વાત એ છે કે, તેમણે રામ-સિતાની તસવીરવાળા સિક્કા શું કામ છપાવ્યા તેની પાછળનું કારણ શું.


ધરતી પર અહીં આવેલું છે 'ડિવૉર્સ ટેમ્પલ',જ્યાં પુરુષોના જવા પર હતી મનાઇ,પછી એવું થયું


હિંદુ દેવી દેવતાઓના સમ્માનમાં સિક્કા છપાવ્યા
તો મળતી માહિતી મુજબ અકબરે 1604-1605માં હિંદુ દેવી દેવતાઓના સમ્માનમાં આ સિક્કા જાહેર કર્યા હતા. જો કે, ઇસ્લામમાં મૂર્તિ-પૂજા વર્જિત છે પરંતુ અકબરે ધર્મનિરપેક્ષતા રાખીને ધાર્મિક સદ્બભાવ માટે આ કાર્ય કર્યું હતું. 


અકબરે જે સિક્કા છપાવ્યા તેમાં ભગવાન રામ અને સિતાની આકૃતિ બની હતી. જેમાં રામ ભગવાન ધનૂષ સાથે હતા. આ જ સિક્કામાં ઉર્દૂ અથવા તો અરબી ભાષામાં રામ સિયા લખાવ્યું હતું. આ સિક્કા સોના અને ચાંદીમાં બનાવેલા હતા પરંતુ અકબરના મૃત્યુ બાદ તેનું નિર્માણ પણ બંધ કરવામાં આવ્યું હતું. 


એવું પણ કહેવાય છે કે, અકબરે મોટી માત્રામાં આ સિક્કા છપાવ્યા ન હતા. જો કે, સિક્કાની તસવીરો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જે અકબરની અલગ-અલગ કહાનીઓને દર્શાવે છે.