મુકેશ અંબાણીને 400 કરોડની ધમકી આપનાર ગુજરાતનો નીકળ્યો, કુલ બે આરોપીઓની ધરપકડ
Mukesh Ambani Death Threat : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપનાર ગુજરાતી નીકળ્યો... મુંબઈ ક્રાઈમ બ્રાંચે ગાંધીનગરથી ધમકી આપનારની કરી ધરપકડ... બી.કોમનો અભ્યાસ કરનાર રાજવીર ખંતે મુકેશ અંબાણી પાસે માગી હતી 400 કરોડની ખંડણી...
Ambani Family : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઈમેલ પર પાંચ વખત પૈસા આપવાની અથવા મારી નાખવાની ધમકી આપનાર બે યુવાનોની ધરપકડ થઈ છે જેમાં એક ગુજરાતી છે. આ ગુજરાતી અમદાવાદનો હોવાનું જણાવાઈ રહ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ શનિવારે બે યુવાનોની ધરપકડ કરી છે જેમાં એક 19 વર્ષીય તેલંગાણાનો યુવાન અને 21 વર્ષનો ગુજરાતી યુવાન સામેલ છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઈમેઈલ પર ધમકી આપનાર બે શખ્શોની પોલીસે ધરપકડ છે. જેમાં ગણેશ રમેશ વનરાધિપતિ નામના યુવકની તેલંગાણાના વારંગલથી ધરપકડ કરાઈ છે. જ્યારે અન્ય એક શખ્સ અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપવા અને 400 કરોડની માંગ કરનાર આરોપીની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના ગાંધીનગરથી ધરપકડ કરી છે. આ આરોપીનું નામ રાજવીર ખંત છે.
ગુજરાતના આ 2 શહેરોમાં રાતે 10 પછી ફટાકડા ફોડવા પર છે પ્રતિબંધ, જાહેરનામું વાંચી લેજો
અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી પર હુમલો : ઘરની બહાર જ યુવક પર ફાયરિંગ કરાયું