Dubai Costliest Home: દુબઈમાં સૌથી મોંઘું ઘર કોને કહેવું? તો હવે તેમાં અંબાણી પરિવારનું નામ સામેલ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીએ નાના પુત્ર અનંત અંબાણી માટે આ ઘર ખરીદ્યું છે. સમુદ્રની વચ્ચોવચ બનેલા આ વિલામાં તમામ લક્ઝરી સુવિધાઓ છે. આ આલીશાન ઘરની સામે તો કોઈ લક્ઝરી હોટલ પણ પાણી ભરે. દુબઈના આ વિલામાં 10 બેડરૂમ અને બીચ વ્યૂ સાથે ઘણું બધું છે જેનાથી પરથી તમારી નજર જ ન હટે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ દુબઈનું આ ઘર મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી માટે ખરીદવામાં આવ્યું છે. ડીલ સંલગ્ન જોડાયેલા લોકો સમુદ્ર કિનારે બનેલા આ આલીશાન મહેલ જેવા ઘરને દુબઈનું સૌથી મોંઘુ ઘર ગણાવી રહ્યા છે. જો કે આ ઘરની ડીલ કેટલામાં થઈ  તે હજુ ખુલાસો થયો નથી. દુબઈમાં બનેલું આ વિલા ખુબ જ સુંદર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube