મુંબઈઃ જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukehs Ambani) ના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયા (Antilia) ની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં આવેલા એક ટેક્સી ડ્રાઇવરના ફોન કોલ બાદ પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે. મુંબઈ પોલીસને કોલ કરી ટેક્સી ડ્રાઇવરે જણાવ્યું કે બે લોકો એન્ટીલિયા વિશે પૂછપરછ કરી રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે શંકાસ્પદોની શોધ
ટેક્સી ડ્રાઇવરના ફોન કોલ બાદ એક્ટિવ થયેલી મુંબઈ પોલીસે તેને મુકેશ અંબાણીના ઘર માટે ખતરાના રૂપમાં જોયો અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ટેક્સી ડ્રાઇવરે પોલીસને જણાવ્યું કે, એન્ટીલિયા વિશે જાણકારી કરી રહેલા લોકો પાસે એક થેલો હતો. પોલીસ બંને શંકાસ્પદોની શોધ કરી રહી છે. ટેક્સી ડ્રાઇવરના નિવેદનના આધાર પર તપાસ કરવામાં આવી રહી છે. 


ઝાયડસ કેડિલાની કોરોના વેક્સીનની કિંમત નક્કી, એક ડોઝ માટે આપવા પડશે આટલા રૂપિયા


કોના નિશાના પર એન્ટીલિયા?
મહત્વનું છે કે આ પહેલા મુકેશ અંબાણીના ઘરની બહાર ફેબ્રુઆરીમાં વિસ્ફોટક ભરેલી એક એસયૂવી મળી હતી. એસયૂવીમાં 20 જિલેટિનની સ્ટીક અને એક પત્ર મળ્યો હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેના પત્ની નીતા અંબાણીને ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં મુંબઈ પોલીસ એસઆઈ સચિન વઝે પણ કસ્ટડીમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube