નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના ચેરમેન મુકેશ અંબાણી ભારતના પ્રથમ નંબરના અને વિશ્વના 13મા નંબરના શ્રીમંત વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 51.8 બિલિયન ડોલર છે. બ્લૂમબર્ગ દ્વારા બુધવારે વિશ્વના 500 શ્રીમંત વ્યક્તિઓની યાદી બહાર પાડવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં કુલ 18 ભારતીયોએ સ્થાન મેળવ્યું છે. જેમાં પ્રથમ ક્રમે અંબાણી છે અને તેમના પછી 20.5 બિલિયન ડોલરની સંપત્તી સાથે અઝીમ પ્રેમજી બીજા નંબરે છે અને વિશ્વની યાદીમાં તેમનો 48મો ક્રમ છે. શીવ નાદર 14.5 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના ત્રીજા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ છે. વિશ્વમાં તેમનો ક્રમ 92મો છે. 13.8 બિલિયન ડોલરની સંપત્તી સાથે ઉદય કોટક ભારતના ચોથા ક્રમના અને વિશ્વમાં 96મા ક્રમના શ્રીમંત વ્યક્તિ છે. 


બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સમાં અમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેજોઝે 125 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે બિલ ગેટ્સ પાસેથી બીજા નંબરનું સ્થાન આંચકી લઈને હવે બર્નાર્ડ આર્નોલ્ટ બીજા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે, બિલ ગેટ્સ ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. ચોથા સ્થાને 83.9 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બર્કશાયર હેથવેના સીઈઓ વોરેન બફે અને પાંચમા ક્રમે 79.5 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ફેસબૂકના સંસ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગ છે. 



ભારતના સૌથી શ્રીમંત 18 વ્યક્તિ
ક્રમ નામ સંપત્તિ (બિલિયન ડોલર) વિશ્વમાં ક્રમ
1 મુકેશ અંબાણી 51.8 13
2 અઝીમ પ્રેમજી 20.5 48
3 શિવ નાદર 14.5 92
4 ઉદય કોટક 13.8 96
5 લક્ષ્મી મિત્તલ 12.6 112
6 ગૌતમ અદાણી 9.96 151
7 રાધાકૃષ્ણ દામાણી 8.2 193
8 દીલિપ સંઘવી 7.76 203
9 સાયરસ પૂનાવાલા 7.69 206
10 સાાવિત્રી જિંદાલ 7.22 225
11 વેણુ ગોપાલ બાંગર 7.16 230
12 કુમાર બિરલા 7.16 231
13 નસલી વાડિયા 6.32 275
14 સુનીલ મિત્તલ 5.51 331
15 રાહુલ બજાજ 5.19 365
16 અનિલ અગ્રવાલ 5.09 380
17 કે.પી. સિંઘ 4.65 435
18 મિકી જગતિયાની 4.47 458

બિલ ગેટ્સને પછાડીને વિશ્વનો બીજા નંબરનો શ્રીમંત વ્યક્તિ બન્યો આ બિઝનેસમેન


વિશ્વના ટોચના 10 શ્રીમંત વ્યક્તિ
1. જેફ બેજોઝ (125 બિલિયન ડોલર)
2. બર્નાર્ડ આર્નોલ્ટ (108 બિલિયન ડોલર)
3. બિલ ગેટ્સ (107 બિલિયન ડોલર)
4. વોરન બફે (83.9 બિલિયન ડોલર)
5. માર્ક ઝકરબર્ગ (79.5 બિલિયન ડોલર)
6. એમાન્સિઓ ઓર્ટેગા (67.2 બિલિયન ડોલર)
7. લેરી એલિસન (61.8 બિલિયન ડોલર)
8. લેરી પેજ (56.6 બિલિયન ડોલર)
9. અમેરિકા મોવિલ અને કાર્સો કાર્લોસ સ્લીમ (56.4 બિલિયન ડોલર)
10. ફ્રાન્કોઈઝ બેટેનકોર્ટ મેયર્સ (56.3 બિલિયન ડોલર)


જૂઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....