નીના કોઠારી કોર્પોરેટ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યા છે. તેઓ કોઠારી શુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના ચેરપર્સન છે. નીના કંપનીના કરોડોના કારોબારને સંભાળે છે. તેમની કંપની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કારોબાર કરે છે. તેઓ મુકેશ અને અનિલ અંબાણીના બહેન છે. મીડિયાથી તેઓ અંતર જાળવે છે. અનેક લોકોને ખબર નહીં હોય કે તેઓ અંબાણી પરિવાર સાથે નાતો ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયાથી અંતર
મુકેશ અંબાણીની બહેન નીના કોઠારી ખુબ ઓછા ચર્ચામાં રહે છે. તેઓ મીડિયાથી અંતર જાળવે છે. ધીરુભાઈ અંબાણીના પુત્રી છે. 2003માં તેમણે પોતાના કારોબારની સફરની શરૂઆત કરી હતી. તેમણે તે સમયે જાવાગ્રીન કોફી એન્ડ ફૂડ ફ્રેન્ચાઈઝીનો પાયો રાખ્યો હતો. 



કેન્સરથી પતિનું નિધન
1986માં નીના કોઠારીએ બિઝનેસ મેન ભદ્રશ્યામ કોઠારી સાથે લગ્ન કર્યા હતા. કેન્સરથી 2015માં ભદ્રશ્યામ કોઠારીનું નિધન થયું હતું. તેમને એક પુત્ર અર્જૂન કોઠારી અને પુત્રી નયનતારા કોઠારી છે. નીના કોઠારીને 8 એપ્રિલ 2015ના રોજ ચેરપર્સન નિયુક્ત કરાયા હતા. તેમણે કોર્પોરેટ જગતની તમામ પડકારોનો સામનો કર્યો. કંપનીને સારી રીતે સંભાળી. કંપનીને સારી રીતે આગળ વધારી અને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. 



ગ્રુપના ફેલાવ્યા પાંખ
પ્રમુખ બન્યા બાદ નીનાએ એચસી કોઠારી ગ્રુપનો અને ઉદ્યોગોમાં વિસ્તાર કર્યો. કોઠારી પેટ્રોકેમિકલ્સ અને કોઠારી સેફ ડિપોઝિટ્સ કોઠારી ગ્રુપની બે અન્ય કંપનીઓ છે. કોર્પોરેટ શેરહોલ્ડિંગ મુજબ તેમની કુલ સંપત્તિ 52.4 કરોડ રૂપિયાથી વધુ છે. કંપનીની માર્કેટ કેપ 3.33 અબજ રૂપિયા છે. 



આ છે એકદમ અલગ વાત
જો વાત નીના કોઠારીની કરીએ તો તેમના પરિવારના પ્રમુખ સભ્યોથી તેઓ અલગ એ રીતે છે કે તેઓ મીડિયાથી અંતર જાળવે છે. જ્યારે પણ તેઓ અંબાણી પરિારના સમારોહ અને અન્ય હાઈ પ્રોફાઈલ કાર્યક્રમોમાં ભાગ લે છે ત્યારે તેઓ મીડિયાની નજરોથી ગાયબ રહે છે. આ કળામાં તેમને મહારથ પણ હાસલ છે તેવું કહી શકાય. તેમની તસવીરો ભાગ્યે જ મળે છે. જાહેર ઉપસ્થિતિ ખુબ ઓછી જોવા મળે છે. 



બંને ભાઈઓની નજીક
નીના કોઠારી તેમના બંને ભાઈઓની ખુબ નજીક છે. જ્યારે તેમના પુત્ર અર્જૂનના લગ્ન થયા તો બંને ભાઈઓએ પોત પોતાના ઘરોમાં આ ઉત્સવની ઉજવણી કરવા માટે સમારોહ આયોજિત કર્યુ. નીનાના ભાઈ મુકેશ અંબાણીએ પોતાના ઘર પર નીનાની પુત્રી નયનતારા માટે એક પ્રીવેડિંગ પાર્ટી આયોજિત કરી હતી. પોતાના તમામ બોલીવુડ સેલિબ્રિટી મિત્રોને સમારોહમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા હતા.