નવી દિલ્હી : ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પ્રમુખ અસુદ્દીન ઓવૈસીનાં નિવેદન અંગે ભાજપનો વળતો હુમલો કર્યો છે. લઘુમતી મુદ્દાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ઓવૈસી પર હુમલો કરતા કહ્યું કે, તેઓ સેક્યુલરિઝ્મનાં રાજકીય સુરમા છે, તેમણે દેશનાં લઘુમતિઓને વિશેષ રીતે મુસલમાનોને ભાડુઆત બનાવી રાખ્યા છે, ભાગીદાર નથી બનાવ્યા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનાં 130 કરોડ લોકોને વિકાસના ભાગીદાર બનાવ્યા છે. 
આજનો સમય બ્રિટિશ રાજ જેવો, બધા અમારી વિરુદ્ધ BJPને વોક ઓવર નહી આપીએ: રાહુલ
ઓવૈસી કરી રહ્યા છે બિનજરૂરી વાતો
મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, કેટલાક લોકો માત્ર પોતાની રોજીરોટી માટે બિનજરૂરી વાતો કરે છે. એવી વાતોથી કોઇને ફાયદો નથી થતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી કેબિનેટમાં હાલમાં જ ગૃહરાજ્યમંત્રીનો પદભાર સંભાળનારા જી.કિશન રેડ્ડી દ્વારા હૈદરાબાદને આતંકવાદીઓ માટે સેફ ઝોન ગણાવવા અંગે હોબાળો મચી ગયો છે. રેડ્ડીનાં આ નિવેદન બાદ ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને વળતો પ્રહાર કરતા કહ્યું કે, હું તેમને પુછવા માંગુ છું કે ગત્ત 5 વર્ષોમાં એનઆઇએ, આઇબી અને રૉએ અનેક વખત ચેતવણી ઉચ્ચારી છે કે હૈદરાબાદ આતંકવાદીઓ માટેનો સેફ ઝોન છે. ઓવૈસીએ કહ્યું કે, રેડ્ડીએ જે કહ્યું, તે દુર્ભાગ્યપુર્ણ છે. 


મમતા બેનર્જીને 10 લાખથી વધારે જય શ્રીરામ લખેલા પોસ્ટકાર્ડ મોકલાશે: ભાજપ
અયોધ્યામાંથી રામની મુર્તિ ચોરતા તો ચોરી લીધી, પણ પાછી આપવા આવવું પડ્યું કારણ કે...
રેડ્ડીનું નિવેદન દર્શાવે છે કે હૈદરાબાદ તરફ દ્વેષ
અસદુદ્દીન ઓવૈસીએ આગળ કહ્યું કે, ગત્ત 5 વર્ષોતી હૈદરાબાદમાં શાંતિ છે. અહીં કોઇ સાંપ્રદાયીક તોફાન નથી થયા અને તમામ ધાર્મિક તહેવાર શાંતિપુર્ણ રીતે મનાવવામાં આવ્યા. તેમણે કહ્યું કે, હૈદરાબાદ શાંતિપુર્ણ રીતે મનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, રેડ્ડીની તેલંગાણા અને હૈદરાબાદ સાથે શા માટે દુશ્મની છે. શું તેનો વિકાસ થતો જોવા નથી માંગતા.  તેણે રેડ્ડી પર નિશાન સાધતા કહ્યું કે, એવા નિવેદન રેડ્ડીના તેલંગાણા અને હૈદરાબાદ પ્રત્યેના દ્વેષને દર્શાવે છે. એવા બિનજવાબદાર નિવેદન એક મંત્રીને શોભતો નથી, પરંતુ તેમને આની આશા છે.