નવી દિલ્હી: દિલ્હી સરકારે મુખ્યમંત્રી તીર્થયાત્રી યોજનાને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે આ યોજના અંગે બધી જાણકારી દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બહુ જલદી આપશે. નોંધનીય છે કે આ યોજના અંગે દિલ્હી સરકારે બજેટમાં જાહેરાત પણ કરી હતી. આ યોજનાથી દર વર્ષે લગભગ 77000 લોકોને લાભ મળવાની સંભાવના છે. 2019માં લોકસભા ચૂંટણીને જોતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આવામાં જોવાનું એ રહેશે કે વરિષ્ઠ નાગરિકોને આકર્ષવા માટે મોદી સરકાર પણ આવી કોઈ જાહેરાત કરે છે કે નહીં. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના
મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હેઠળ દિલ્હી સરકાર રાજ્યના દરેક સમુદાયના 1100 વરિષ્ઠ નાગરિકોને મફતમાં તીર્થયાત્રા કરાવશે. આ સ્કીમનો લાભ મેળવવા માટે લોકોએ પહેલા રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દિલ્હી સરકાર તરફથી શરૂ કરવામાં આવનાર મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હેઠળ રાજ્યના લગભગ 77000 તીર્થયાત્રીઓને દર વર્ષે લાભ મળવાનું અનુમાન છે. આ તીર્થયાત્રામાં થનારા સંપૂર્ણ ખર્ચને દિલ્હી સરકાર ઉઠાવશે. દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરવાળા લોકો આ યોજના માટે અરજી કરી શકે છે. આ નાગરિકો ઉપરાંત પસંદ કરાયેલા વરિષ્ઠ નાગરિકો સાથે 18 વર્ષથી વધુના એક સહાયકને સાથે રાખવાની મંજૂરી અપાશે, જેનો  ખર્ચ સરકાર ઉઠાવશે. 


આ જગ્યાઓની કરાવશે મુલાકાત
દિલ્હી-મથુરા-વૃંદાવન
આગરા-ફતેહપુર સીકરી
દિલ્હી-હરદ્વાર-ઋષિકેશ
નીલકંઠ
દિલ્હી-અજમેર-પુષ્કર
દિલ્હી-અમૃતસર-વાઘા બોર્ડર-આનંદપુર સાહિબ
દિલ્હી વૈષ્ણોદેવી-જમ્મુ