ધિક્કાર છે આવા પુત્રોને...એક ઓફિસર અને બીજો નેતા છતાં માતાએ ઠેબા ખાઈને રસ્તા પર દમ તોડ્યો
હાલમાં જ પંજાબના મુક્તસરમાં એક વૃદ્ધ મહિલા લાવારિસ હાલાતમાં બૂડા ગુજ્જર રોડ પર મળી આવી હતી. મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ મહિલાનો એક પુત્ર આબકારી જકાત વિભાગમાં કામ કરે છે જ્યારે બીજો પુત્ર નવી બનેલી રાજકીય પાર્ટીનો સભ્ય છે. બે પુત્ર અને તે પણ વગદાર સ્થિતિમાં હોવા છતાં લાચાર વૃદ્ધ માતા રસ્તા પર ઠેબા ખાવા મજબૂર થઈ.
મુક્તસર: હાલમાં જ પંજાબના મુક્તસરમાં એક વૃદ્ધ મહિલા લાવારિસ હાલાતમાં બૂડા ગુજ્જર રોડ પર મળી આવી હતી. મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ મહિલાનો એક પુત્ર આબકારી જકાત વિભાગમાં કામ કરે છે જ્યારે બીજો પુત્ર નવી બનેલી રાજકીય પાર્ટીનો સભ્ય છે. બે પુત્ર અને તે પણ વગદાર સ્થિતિમાં હોવા છતાં લાચાર વૃદ્ધ માતા રસ્તા પર ઠેબા ખાવા મજબૂર થઈ.
બેસહારા વૃદ્ધ માતાનો મામલો સામે આવ્યાં બાદ અનદેખી કરનારા પુત્રો વિરુદ્ધ સમાજના વિવિધ વર્ગોમાં ખુબ આક્રોશ છે. સ્થાનિક લોકોએ એક લોક ચેતના મંચ બનાવીને મેજિસ્ટ્રેટની મુલાકાત કરી છે. તેમણે વૃદ્ધ માતાની દુર્ગતિ કરનારા પુત્રોને ધિક્કાર શિલ્ડ આપવાની માગણી કરી। આ સાથે જ માગણી કરાઈ કે પંજાબ સરકાર આ મામલે તપાસ કરીને અવગણના કરનારા પુત્રો વિરુદ્ધ કાર્યવાહી કરે.
એક સ્થાનિક વૃદ્ધ મહિલાએ કહ્યું કે માતાની દુઆ ક્યારેય ખાલી જતી નથી પરંતુ યાદ રાખજો કે માતાની બદદુઆ પણ ક્યારેય ટળતી નથી અને હવે તે બેબસ લાચાર માતાના મોતે તેના જ પુત્રો પર સવાલ ઉભા કરી દીધા છે. જ્યારે તપાસ શરૂ થઈ તો પુત્રોને પોતાની માતા યાદ આવી. જે પુત્રને માતાની હાલાત પર જરાય દયા ન આવી તે પુત્ર હવે લોકો પાસે દયાની ગુહાર લગાવી રહ્યો છે.
જો કે પુત્ર રજિન્દર સિંહ રાજાનું કહેવું છે કે તેણે તેની માતાને ભાઈ પાસે મોકલી હતી. જો કે રજિન્દર રાજાએ પોતે દોષિત છે તે સ્વીકારવાનો ઈન્કાર પણ કર્યો નથી.
સુખદેવ સિંહ ઢીંઢસા દ્વારા બનાવવામાં આવેલી પાર્ટી અકાલી દળ(ડી)માં થોડા સમય પહેલા જ મુક્તસરમાં કરાયેલા એક પ્રોગ્રામ દરમિયાન મહિલાના પુત્ર રજિન્દર સિંહ રાજાને પાર્ટીમાં સામેલ કરાયો હતો. પરંતુ માતાની દુર્ગતિ કરવાનો કેસ સામે આવ્યાં બાદ તે પાર્ટીએ તેને બહારનો રસ્તો દેખાડી દીધો છે.