લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકારે મોટો નિર્ણય લેતા યુપી પોલીસના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) મુકુલ ગોયલને હટાવી દીધા છે. ડીજીપી ગોયલને સરકારી કામની અવગણના કરવી, ખાતાકીય કામમાં રસ ન લેવો અને નિષ્ક્રિયતાને કારણે પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. હવે ગોયલને નાગરિક સુરક્ષા વિભાગના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશના નવા ડીજીપીની નિમણૂક સુધી એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમાર કાર્યવાહક ડીજીપી હશે. રાજ્યના નવા ડીજીપીને લઈને ત્રણ નામની ચર્ચા ચાલી રહી છે. ડીજી ગુપ્તચર વિભાગ ડીએસ ચૌહાણ અને આરકે વિશ્વકર્માની સાથે આનંદ કુમાર રેસમાં છે. આ ત્રણેય અધિકારી 1988 બેચના છે. 


ડીજીપી બન્યા બાદ મુકુલ ગોયલ ત્યારે વિવાદમાં આવ્યા હતા જ્યારે તેમણે લખનઉમાં હજરતગંજ પોલીસ સ્ટેશનના એસએચઓને સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ બાદમાં આ નિર્ણયને મુખ્યમંત્રીએ રદ્દ કરી દીધો હતો. 


આ પણ વાંચોઃ મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીની કાર્યવાહી, ઝારખંડના ખનન સચિવ પૂજા સિંઘલની ધરપકડ


પાછલા વર્ષે બન્યા હતા ડીજીપી
1987 બેચના આઈપીએસ અધિકારી મુકુલ ગોયલને પાછલા વર્ષે જૂનમાં રાજ્યના ડીજીપી બનાવવામાં આવ્યા હતા. મુકુલ ગોયલ આઝમગઢના એસપી અને વારાણસી, સહરાનપુર, ગોરખપુર, મેરઠજિલ્લાના એસએસપી રહી ચુક્યા છે. 


તો આઈપીએસ મુકુલ ગોયલ કાનપુર, બરેલી રેન્જ અને આગરાના ઝોન આઈજી રહી ચુક્યા છે. તો કેન્દ્રમાં આઈટીબીપી, બીએસએફ અને એડીઆરએફમાં કામ કરી ચુક્યા છે. તેમણે આઈઆઈટીનું શિક્ષણ ખડગપુરથી મેળવ્યુ છે. તેઓ મૂળ રૂપથી ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના રહેવાસી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube