ભાજપ નેતાનો દાવો, કોંગ્રેસ-સીપીએમ-ટીએમસીના 107 ધારાસભ્યો જોડાવા તૈયાર
ભાજપના નેતા મુકુલ રૉયે કહ્યું કે, ભાજપમાં જોડાવા ઇચ્છતા તમામ ધારાસભ્યોની યાદી તૈયાર થઇ ચુકી છે અને તેમની સાથે તેઓ સતત સંપર્કમાં છે
કોલકાતા : ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા મુકુલ રૉયે શનિવારે એક એવો દાવો કર્યો છે, જેમાં પશ્ચિમી બંગાળનું રાજકારણમાં ભારે ઉથલ પાથલ મચી શકે છે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર મુકુલ રોયે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં 107 ધારાસભ્યો ભાજપમાં જોડાશે. તેમણે દાવો કર્યો કે, સીપીએમ, કોંગ્રેસ અને ટીએમસીનાં 107 ધારાસભ્યો ભાજપમાં જોડાશે. તેમણે કહ્યું કે, અમારી પાસે તે ધારાસભ્યોની યાદી તૈયાર થઇ ચુકી છે અને તેઓ સતત અમારા સંપર્કમાં છે.
કર્ણાટકનાં 5 MLA સુપ્રીમના શરણે, વારંવાર ધમકીઓ મળી રહી હોવાનો દાવો
લોકસભા ચૂંટણી 2019માં ભાજપ પ્રચંડ બહુમતી સાથે ફરી એકવાર સત્તાપર આવ્યા હતા. ભાજપે પશ્ચિમ બંગાળની 42 લોકસભા સીટોમાંથી 18 પર જીત નોંધાવી હતી. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) ને 22 સીટો પર જીત પ્રાપ્ત થઇ હતી. કોંગ્રેસનાં બેસીટો પર જીત મળી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં આ કિલ્લામાં મોટુ ગાબડુ માનવામાં આવી રહ્યું છે. આ ગાબડાને મોટુ કરવામાં ભાજપ કોઇ જ કસર છોડવા માંગતી નથી. હાલમાં જ ટીએમસીનાં અનેક નેતાઓએ ભાજપ સાથે જોડાણ કર્યું હતું. ટીએમસીના નેતાઓનું ભાજપમાં જોડાવાનો પક્રમ લોકસભા ચૂંટણી પહેલાથી જ ચાલુ થઇ ગયો હતો.
પંજાબના CM અમરિંદરસિંહની પત્ની પરનીત કૌર સફાઇ અભિયાન દરમિયાન બેહોશ !
Video: હેમા માલિનીએ સંસદમાં ઝાડું વાળ્યું, સોશિયલ મીડિયામાં લોકોએ કહ્યું-'આમને ટાંગો ચલાવવા દો'
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ અને ટીએમસી વચ્ચે કાર્યકર્તાઓથી માંડીને મોટા માથાઓ સુધી ગજગ્રાહ ચાલી રહ્યો છે. રાજકીય હિંસામાં બંન્ને પક્ષના અનેક કાર્યકર્તાઓ જીવ ગુમાવી ચુક્યા છે. મમતા બેનર્જી પણ કેન્દ્ર સરકાર પર અનેક પ્રહારો કરી ચુક્યા છે. જ્યારે ભાજપનો પણ બંગાળમાં મમતાનું જંગલરાજ હોવાનો દાવો થઇ રહ્યો છે.