Mulayam Singh Yadav Death News: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. તેમણે 82 વર્ષની ઉંમરે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આજે સવારે 8.18 વાગે છેલ્લા શ્વાસ લીધા. મુલાયમ સિંહ યાદવને 22 ઓગસ્ટે શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તેમની તબિયતમાં કોઈ સુધારો થતો ન હતો અને 1 ઓક્ટોબરના રોજ રાતે આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા. જ્યાં ડોક્ટરોની એક પેનલ તેમની સારવાર કરી રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જ પત્નીનું થયું હતું નિધન
આ અગાઉ મુલાયમ સિંહ યાદવના પત્ની સાધના ગુપ્તાનું આ વર્ષ જુલાઈમાં નિધન થયું હતું. ફેફસામાં સંક્રમણના પગલે તેમને ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. સાધના મુલાયમ સિંહ યાદવના બીજા પત્ની હતા. તેમના પહેલા પત્ની માલતી દેવીનું વર્ષ 2003માં નિધન થયું હતું. માલતી દેવી અખિલેશ યાદવના માતા હતા.  


1992માં સમાજવાદી પાર્ટી બનાવી
મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ થયો હતો. પાંચ ભાઈઓમાં મુલાયમ સિંહ યાદવ ત્રીજા નંબરે હતા. મુલાયમ સિંહે કુશ્તીથી પોતાની કરિયર શરૂ કરી હતી. તેઓ વ્યવસાયે અધ્યાપક હતા. પિતા તેમને પહેલવાન બનાવવા માંગતા હતા. ત્યારબાદ તેમણે પોતાના રાજકીય ગુરુ નત્થુ સિંહને પ્રભાવિત કર્યા બાદ મુલાયમ સિંહ યાદવે જસવંતનગર વિધાનસભા સીટથી ચૂંટણીના અખાડામાં પગ મૂક્યો. તેઓ 1982-1985 સુધી વિધાન પરિષદના સભ્ય રહ્યા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube