મુંબઇ: ભિવંડીમાં તરૂણી સાથે બળાત્કાર બાદ કરી હત્યા, પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ
પોલીસે અજ્ઞાત આરોપી વિરૂદ્ધની કલમ 302, 376 (D) (A) 452 અને પોસ્કો 3, 4, 7 હેઠળ કેસ દાખલ કરી આગળની તપાસ શરૂ કરી દીધી છે.
વિનય તિવારી, મુંબઇ: દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત ગણવામાં આવતા શહેર મુંબઇથી ભિવંડીમાં એક દિલધડક ઘટના સામે આવી છે. અહીં ગુરૂવારે સાંજે એક 14 વર્ષીય બાળકી સાથે બળાત્કાર બાદ હત્યા કરવાનો કેસ સામે આવ્યોહ અતો. જાણકારી અનુસાર, ભિવંડીના નર્પોલી વિસ્તારમાં આ ઘટના ઘટી છે.
મળતી માહિતી અનુસાર બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને લાશને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. પોલીસે અજ્ઞાત આરોપી વિરૂદ્ધની કલમ 302, 376 (D) (A) 452 અને પોસ્કો 3, 4, 7 હેઠળ કેસ દાખલ કરી આગળની તપાસ શરૂ કરી દીધી છે. જાણકારી અનુસાર તરૂણ બાળકી ઘરમાં એકલી હતી. તેનો જ ફાયદો ઉઠાવી ઘરમાં ઘૂસી ગયો અને ઘટનાને અંજામી દીધો. હાલ આરોપી પોલીસની પકડની બહાર છે.
મળતી માહિતી અનુસાર મૃતક બાળકી પોતાના મા-બાપ અને મોટી બહેન તથા ભાઇની સાથે નર્પોલી વિસ્તારમાં રહેતી હતી. મૃતિકાના મા-બાપ મજૂરી કામ કરે છે. છોકરીની સ્કૂલ પણ નર્પોલી વિસ્તારમાં હતી. દરરોજની માફક તેના મા-બાપ કામ પર ગયા હતા. સ્કૂલથી પરત ફર્યા બાદ સાંજના સમયે બાળકી એકલી હતી. આશંકા છે કે તેનો ફાયદો ઉઠાવીને આરોપીએ માસૂમ સાથે પહેલા બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ નિર્દયતાપૂર્વક તેની હત્યા કરી ત્યાંથી ફરાર થઇ ગયો.
મૃતિકાનો નાનો ભાઇ જ્યારે ઘરે પરત ફર્યો તો તેણે ઘરનો દરવાજો ખુલ્લો જોયો. ઘરમાં ઘૂસતાં જમીન પર પડેલી બહેનની લાશ જોઇ બૂમો પાડી. બાળકની બૂમો સાંભળીને પડોશીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને સ્થાનિક પોલીસને સૂચના આપી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને લાશ પર કબજો મેળવ્યો અને ભિવંડીના સરકારી હોસ્પિટલ ઇંદીરા ગાંધી હોસ્પિટલમાં પોર્સ્ટમોર્ટમ માટે મોકલી દીધી. હોસ્પિટલના ડોક્ટરોએ છોકરી સાથે બળાત્કા અને હત્યાની પુષ્ટિ કરી. બીજી તરફ પોલીસ ટીમ બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.