હવે મુંબઇની હોટલે 2 બોઇલ ઇંડા માટે વસુલ્યા 1700 રૂપિયા
જો તમને એવું લાગે છે કે, ચંડીગઢના જેડબલ્યુ મેરિયટ હોટલમાં 2 કેળા માટે વસુલાયેલ 442 રૂપિયા વધારે છે. તો તમારે એકવાર ફરીથી વિચારવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક ટ્વીટર યુઝરને મુંબઇની ફોર સીઝન્સ હોટલમાં બે ઉકાળેલા ઇંડા માટે 1700 રૂપિયા ચુકવવા પડ્યા હતા. અભિનેતા રાહુલ બોસનાં કેલા વિવાદ બાદ ચંડીગઢમાં આબકારી અને કરાધાન વિભાગે જેડબલ્યુ મેરિયોટ હોટલ પર 25000 રૂપિયા દંડ ફટકાર્યો હતો.
નવી દિલ્હી : જો તમને એવું લાગે છે કે, ચંડીગઢના જેડબલ્યુ મેરિયટ હોટલમાં 2 કેળા માટે વસુલાયેલ 442 રૂપિયા વધારે છે. તો તમારે એકવાર ફરીથી વિચારવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક ટ્વીટર યુઝરને મુંબઇની ફોર સીઝન્સ હોટલમાં બે ઉકાળેલા ઇંડા માટે 1700 રૂપિયા ચુકવવા પડ્યા હતા. અભિનેતા રાહુલ બોસનાં કેલા વિવાદ બાદ ચંડીગઢમાં આબકારી અને કરાધાન વિભાગે જેડબલ્યુ મેરિયોટ હોટલ પર 25000 રૂપિયા દંડ ફટકાર્યો હતો.
Exclusive: બોર્ડર પર કોઇ ગોટાળો કર્યો તો અમે પાક.માં અડધે સુધી પહોંચી જઇશું: સત્યપાલ મલિક
ભારતે પાકિસ્તાનને આપ્યો કડક જવાબ, સમજોતા લિંક એક્સપ્રેસનું સંચાલન રદ્દ
કાર્તિક ધરે ટ્વિટર પર બિલની તસ્વીર વહેંચી છે, જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે, ફોર સિઝન્સ હોટલમાં બે ઇંડાની કિંમત 1700 રૂપિયા. કાર્તિકે રાહુલ બોઝને પણ પોસ્ટમાં કેપ્શનમાં ટેગ કર્યા છે. લખ્યું કે, ભાઇ આંદોલન કરીએ ? ઑલ ધ ક્વિંસ મેનનાં લેખક દ્વારા ટ્વીટ કરાયેલા બિલમાં દેખાડવામાં આવી રહ્યું છે કે, હોટલે બે આમલેટ માટે પણ તેમની પાસેથી કેટલું આંદોલન વસુલ્યે છે. બીજી તરફ હોટલ દ્વારા આ વિવાદ પર નિવેદન આપવાનું બાકી છે.
CBSEએ પરીક્ષા ફીમાં કર્યો વધારો, વિદ્યાર્થીઓએ 50ના બદલે 1200 ચુકવવા પડશે
VIDEO: અફવા ફેલવાનારા લોકોને પોલીસ અધિકારીનો મુંહતોડ જવાબ, આપ્યો પુરાવો
પોસ્ટ પર એક યુઝરે લખ્યું કે, આ ઇંડાની સાથે સોનું પણ નિકળે છે શું ? જો કે તે અંગે કેટલાક યુઝર્સે ફની ટ્વીટ કર્યા. કોઇએ કહ્યું મરઘી પાક્કું કોઇ અમીર પરિવારની હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ફિલ્મ અભિનેતા રાહુલ બોઝે ચંડીગઢની એક હોટલમાં માત્ર 2 કેળા માટે 442 રૂપિયા વસુલ્યા હતા. જ્યારે આ ઘટના તેમણએ સોશિયલ મીડિયા પર શેર કરી, તો ત્યાર બાદ હોટલ પર 25000 નો દંડ ફટકાર્યો હતો. હવે આ ઘટના મુંબઇમાં પણ બેવડાઇ છે.