Cough Syrup Risk: બદલાતી ઋતુની સૌથી વધુ અસર નાના બાળકો પર થતી હોય છે અને તેઓ શરદી અને ઉધરસના ઝપેટમાં આવી જતા હોય છે. આવામાં લોકો સૌથી પહેલા તો કફ સીરપનો ઉપયોગ કરે છે પરંતુ શું તમને ખબર છે કે કફ સીરપ પણ ઘાતક નીવડી શકે છે. આવો જ એક ચોંકાવનારો મામલો મુંબઈથી સામે આવ્યો છે. જ્યાં કફ સીરપ પીધા બાદ 30 મહિનાના બાળકના હ્રદયના ધબકારા બંધ થઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પછી જે થયું...
મુંબઈમાં રહેતા પેન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ તિલુ મંગેશકર (Dr. Tilu Mangeshikar) નો અઢી વર્ષનો પૌત્ર 15 ડિસેમ્બરના રોજ શરદી અને ઉધરસથી પીડાઈ રહ્યો હતો. ત્યારબાદ માતાએ એક મલ્ટીનેશનલ કંપનીની શરદીની દવા આપી પરંતુ દવા આપ્યાની 20 મિનિટ બાદ અચાનક તે પડી ગયો અને હ્રદયના ધબકારા બંધ થઈ ગયા. આ સાથે જ બાળક શ્વાસ પણ લઈ શકતો નહતો. 


20 મિનિટ સુધી પલ્સ ન મળી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ હ્રદયના ધબકારા બંધ થયા બાદ બાળકની માતા તેને લઈને તરત જ મુંબઈના હાજી અલી વિસ્તારમાં આવેલી એસઆરસીસી હોસ્પિટલ પહોંચી. આ દરમિયાન તે બાળકને કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (સીપીઆર) પણ આપતી રહી. તેમણે જણાવ્યું કે તેમણે બાળકના આંખો ખોલાવવામાં, બ્લડ પ્રેશર અને હ્રદયના ધબકારા ચાલુ કરવામાં લગભગ 20 મિનિટ લાગી. 


બાળકની માતાએ જણાવ્યું કે આ ઘટના બાદ અમે અનેક તપાસ કરાવી, પરંતુ અમને ઉધરસની દવા સિવાય બીજુ કોઈ કારણ જાણવા મળ્યું નહીં. તેમણે કહ્યું કે મેડિકલ તપાસમાં જાણવા મળ્યું કે દવામાં ક્લોરોફેનરામાઈન અને ડેક્સટ્રોમેથોર્ફનનું સંયોજન હતું. જેને FDA એ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવા પર રોક લગાવી છે. જો કે આ દવા પર એવું કોઈ લેબલ લાગ્યું નહતું અને ડોક્ટર તેને દર્દીઓને આપી રહ્યા છે. 


એક સિનિયર ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટે આ મામલે કહ્યું કે બાળકના પડવા અને ઉધરસની દવાના એક ડોઝ વચ્ચે સીધો સંબધ દર્શાવવો સરળ નથી. મહારાષ્ટ્રના બાળ ચિકિત્સા કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય રહી ચૂકેલા ડો. વિજય યેવાલેએ કહ્યું કે તેમણે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ક્યારેય ઉધરસની દવાની ભલામણ કરી નથી. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube