મુંબઈમાં મોટો અકસ્માત; નેવી બોટ સાથે અથડાવાને કારણે પેસેન્જર બોટ ડૂબી, 13 લોકોના મોત
Mumbai Boat Accident News: મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એક ફેરી પલટી ગઈ છે. ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા ગુફાઓ સુધી જઈ રહેલ 110થી વધુ લોકો સવાર હતા. 101ને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ 13 લોકોના મોત થયા હતા.
Mumbai Ferry Accident: મુંબઈમાં દરિયા કિનારા નજીક મુસાફરોથી ભરેલી ફેરી (બોટ) પલટી મારી ગઈ હતી. બોટમાં 114 લોકો સવાર હતા જેમાંથી 101ને બચાવી લેવામાં આવ્યા છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે અકસ્માતમાં 13 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ફડણવીસે કહ્યું કે, 'નેવીની એક બોટ લગભગ 3.55 વાગ્યે નીલકમલ નામના પેસેન્જર જહાજ સાથે અથડાઈ હતી. 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 13 લોકોના મોત થયા છે. 13 મૃતકોમાં 10 નાગરિકો અને 3 નૌકાદળના કર્મચારીઓ છે.
મુંબઈ બોટ દુર્ઘટનાઃ સીએમએ આપ્યું અપડેટ
મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મુંબઈ નજીક બુચર આઈલેન્ડ પર નેવીની એક બોટ બપોરે લગભગ 3.55 વાગ્યે પેસેન્જર જહાજ 'નીલકમલ' સાથે અથડાઈ હતી. સાંજના 7.30 વાગ્યા સુધીની માહિતી અનુસાર 101 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને 13 લોકોના મોત થયા છે. 13 મૃતકોમાં 10 નાગરિકો અને 3 નેવીના કર્મચારીઓ છે. બે લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને નેવલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યાં,આંબેડકર પર આપેલા નિવેદન પર બોલ્યા અમિત શાહ
નેવી, કોસ્ટ ગાર્ડ અને પોલીસે 11 ક્રાફ્ટ અને 4 હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને બચાવ કામગીરી હાથ ધરી છે. ગુમ થયેલા લોકો વિશેની અંતિમ માહિતી આવતીકાલે સવારે ઉપલબ્ધ થશે. શોકગ્રસ્ત પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. સમગ્ર ઘટનાની પોલીસ અને નેવી દ્વારા તપાસ કરવામાં આવશે...'
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
બીજી બોટ સાથે અથડાઈ ફેરી?
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બોટ મુંબઈ નજીકના લોકપ્રિય પર્યટન સ્થળ 'એલિફન્ટા' ટાપુ પર જઈ રહી હતી, ત્યારે લગભગ 4 વાગ્યે એક સ્પીડ બોટ તેની સાથે અથડાઈ હતી. આ ઘટનાનો કથિત વીડિયો વાયરલ થયો છે. એક સ્થાનિક નેતાએ દાવો કર્યો હતો કે, સ્પીડ બોટ નેવીની છે, પરંતુ નેવી તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.