મુંબઇ: Mumbai Corona Update:  દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાએ ફરી એકવાર કોરોનાનો રેકોર્ડ તોડ્યો છે. બુધવારે મુંબઈમાં કોરોનાના 2,500 થી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,510 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન એક દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન 251 દર્દીઓ પણ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. મંગળવારની સરખામણીમાં આજે મુંબઈમાં 82% વધુ કેસ નોંધાયા છે. એક દિવસ પહેલા જ મુંબઈમાં કોરોનાના 1,377 નવા કેસ નોંધાયા હતા. 


મુંબઈમાં હાલમાં 8,060 એક્ટિવ કેસ છે. કોરોનાના કેસોમાં ઉછાળા અંગે, મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ મેયર કિશોરી પેડનેકર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) કમિશનર ઈકબાલ સિંહ ચહલ સાથે શહેરમાં વર્તમાન COVID19 પરિસ્થિતિ અંગે બેઠક યોજી હતી.

અમેરિકામાં 75 લાખ બાળકો કોરોના પોઝિટિવ, ઓમિક્રોનના ખતરાથી બાળકોને સુરક્ષિત રાખવા માટે કરો આ ઉપાય


દેશના આ રાજ્યમાં કોરોના એલર્ટ જાહેર, આવતીકાલથી સાંજે 6 વાગ્યા સુધી બજાર ખુલ્લા રહેશે


તો બીજી તરફ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ રાજ્યમાં કોવિડ -19 ના નવા અને સક્રિય કેસોની સંખ્યામાં વધારો થવા પર ચિંતા વ્યક્ત કરી અને તેને 'એલાર્મિંગ સ્થિતિ' ગણાવી. અહીં પત્રકારો સાથે વાત કરતા ટોપેએ લોકોને અને અધિકારીઓને સાવચેતી રાખવા વિનંતી કરી. 


તેમણે COVID-19 પ્રોટોકોલનું કડક પાલન કરવા અને સંક્રમણ સામે રસીકરણને ઝડપી બનાવવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા આઠ-10 દિવસમાં રાજ્યમાં સક્રિય કેસ 5000-6000ની વચ્ચે છે. હેલ્થ બુલેટિન મુજબ 10 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં 6543 સક્રિય કેસ હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube