કરોડોની જમીન પર લાખો લોકોને મફતમાં મોટા મકાનો આપશે આ ગુજરાતી, જાણો કોને મળશે લાભ
Dharavi Redevelopment Project: મુંબઈની આબાદીની 25 વસ્તી માટે આવ્યા ખુબ સારા સમાચાર...ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેલાં લોકોને આપવામાં આવશે શાનદાર મોટા મકાનો. આ મકાનો તેમને મફતમાં આપવામાં આવશે. જાણો કોને કોને મળશે દુનિયાની સૌથી મોટી વિકાસ યોજનાનો લાભ...
Gautam Adani: એવું કહેવામાં આવે છેકે, વર્ષોથી મુંબઈની લગભગ 25 ટકા વસ્તી ધારાવીની ઝુપડપટ્ટીમાં રહે છે. ત્યારે આ સ્લમ એરિયામાં રહેતા લોકોને મસમોટી લોટરી લાગી છે. જ્યાં પગ મુકવાની જગ્યા નથી, જે જમીનનો ભાવ કરોડોને પાર છે, જેવી જગ્યાએ લાખો લોકોને આપવામાં આવશે મફતમાં મકાનો. જાણો કેવો છે ભારતમાં ચાલી રહેલો દુનિયાનો સૌથી મોટી વિકાસ યોજનાનો પ્રોજેક્ટ...
ગુજરાતી આજે દેશ અને દુનિયાભરમાં પોતાની પ્રતિભાથી ડંકો વગાડી રહ્યાં છે. ત્યારે આવા જ એક ગુજરાતી બદલવા જઈ રહ્યાં છે લાખો લોકોની કિસ્મત. માયાનગર મુંબઈમાં જ શહેરની 25 વસ્તીને સાવ મફતમાં આપશે મસ્ત મોટા મકાનો. થઈ ગયો છે દુનિયાની સૌથી મોટી વિકાસ યોજનાનો પ્રારંભ. જાણો કોને કોને મળશે મુંબઈમાં મફતમાં મકાન. ગૌતમ અદાણી તરફથી કોને કોને આપવામાં આવશે વિના મૂલ્યો મકાનો? દુનિયાની સૌથી મોટી યોજનાનું કોણ બની શકે છે લાભાર્થીએ સવાલનો જવાબ પણ તમને અહીં મળી જશે. આખું શહેર વસી જાય એટલાં લોકોને મસ્ત મોટા ઘર આપશે ગૌતમ અદાણી.
મુંબઈની વિખ્યાત અને દુનિયાની લગભગ સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી વિશે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે ગૌતમ અદાણી ધારાવીના લોકોને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. ગૌતમ અદાણીની કંપનીને ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ મળ્યું છે. અદાણીએ ધારાવીમાં રહેતા લોકો માટે 350 ચોરસ ફૂટના નવા ફ્લેટ રજૂ કરવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રૂપ ધારાવીના પુનઃવિકાસ માટે મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને કામ કરશે. અદાણી ગ્રુપે દાવો કર્યો છે કે ધારાવીમાં રહેતા લોકોને જે ફ્લેટ આપવામાં આવી રહ્યા છે તેની સાઈઝ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ફ્લેટ કરતા લગભગ 17 ટકા વધુ હશે.
કિચન અને ટોયલેટની સુવિધા વાળું હશે મકાન-
આ સિવાય ગ્રુપે કહ્યું છે કે નવા ફ્લેટમાં કિચન અને ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ હશે. અદાણી ગ્રુપે જણાવ્યું છે કે 350 સ્ક્વેર ફૂટના ફ્લેટ આપવામાં આવશે. તે જ સમયે, અગાઉ વસાહતોના રહેવાસીઓને 269 ચોરસ ફૂટના મકાનો આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે 2018થી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને 315-322 ચોરસ ફૂટના મકાનો આપવાનું શરૂ કર્યું. જૂથને નવેમ્બર 2022માં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી (ધારાવી)ના પુનઃવિકાસ માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ,
$61.9 મિલિયનની બોલી લગાવવામાં આવી હતી-
આ પ્રોજેક્ટના પુનઃવિકાસ કાર્ય માટે $619 મિલિયનની બોલી લગાવવામાં આવી હતી. તે જ સમયે, બિડ જીત્યા પછી, અદાણી જૂથે ધારાવીનો 625 એકર (253 હેક્ટર) વિસ્તાર વિકસાવવાનો છે. આ પ્રોજેક્ટ વિશ્વની સૌથી મોટી વિકાસ યોજના તરીકે ઓળખાશે.
આખરે આ ધારાવી શું છે?
ધારાવી એશિયાનો સૌથી મોટો સ્લમ વિસ્તાર છે. ધારાવી એ એક પ્રકારે મુંબઈનો સૌથી મોટો વિસ્તાર છે. આ વિસ્તારમાં આખા મુંબઈની લગભગ 25 ટકાથી વધારે વસ્તી વસવાટ કરે છે. આ વિસ્તારનો વ્યાપ પણ ખુબ જ વિશાળ છે. જો આ જગ્યાની સાઈઝની વાત કરીએ તો તે ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક બરાબર હશે, પરંતુ હાલમાં લાખો લોકો ત્યાં રહે છે. અહીં હજારો નાના-નાના મકાનો બનેલા છે.