આર્યન ખાન પોતાના ઘરે મન્નત પહોંચતાંથી ફેન્સમાં ખુશીની લહેર છે. શાહરૂખ ખાનના ઘરની બહાર આતશબાજી શરૂ થઇ ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતા શાહરૂખ ખાનની સાથે આર્યન ખાન પોતાના ઘરે મન્નત પહોંચી ગયા છે. અત્યારે ફેન્સ તેમનું જોરદાર સ્વાગત કર્યું છે. 


આર્યન ખાનની મુંબઇની આર્થર રોડ જેલમાંથી મુક્તિ થઇ ગઇ છે. આર્યનને લેવા તેના પિતા શાહરૂખ ખાન પહોંચ્યા છે. ગાડીઓના કાફલા સાથે આર્યન ખાન પોતાના ઘરે મન્નત રવાના થયા છે. 


આર્યન ખાનની જેલમુક્તિ માટે બોલીવુડ એક્ટર અને તેમના પિતા શાહરૂખ ખાન આર્થર રોડ જેલ પહોંચી ગયા છે. પોલીસે જેલની બહાર કડક સુરક્ષા કરી દીધી છે. 


મુંબઇની આર્થર રોડ જેલમાં આર્યન ખાનની જામીનની કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ છે. બચાવ પક્ષના વકીલ અમિત દેસાઇ જેલમાં હાજર છે. 28 દિવસ બાદ આર્યન ખાન જેલમાંથી છૂટી ગયો છે. 


આર્યન ખાનની સાથે ડ્રગ્સ કેસમાં પકડાયેલી મોડલ મુનમુન ધમેચાની મુક્તિમાં સમસ્યા છે. મુનમુનના વકીલ કોર્ટમાં કેશ બેલની ભલામણ કરશે કારણ કે તેમની પાસે શ્યોરિટી માટે હાલ કોઇ વ્યક્તિ નથી. અને મુનમુન મધ્યપ્રદેશની રહેવાસી છે. કોર્ટમાંથી મંજૂરી બાદ જ જામીનની કાર્યવાહી આગળ વધશે. આ બધામાં સાંજ સુધીનો સમય લાગી શકે છે અથવા આગળની તારીખ પણ. મુંબઇની ભાયખલા લેડીઝ જેલમાં મુનમુન ધમેચા બંધ છે. (ઇનપુટ-અમિત ત્રિપાઠી) 


જામીન મળતાં જ આર્યન ખાનની મુશ્કેલીઓ ઓછી થશે નહી. NCB ના સૂત્રોના અનુસાર ડ્રગ્સના કેસની તપાસમાં સામે આવ્યું કે કથિત ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટના તારના લીધે હવે આ કેસની તપાસ એનઆઇએને સોંપવામાં આવી શકે છે. NIA ની એક ટીમ શુક્રવારે મુંબઇમાં NCB ઓફિસ પહોંચી હતી. જ્યાં અધિકારીઓ સાથે મુલાકાત થઇ. એનઆઇએએ આ મીટિંગમાં તે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ કેસમાં કોઇ નાર્કો ટેરર એંગલ તો નથી ને. 


તો બીજી તરફ NCB આર્યન ખાનની જામીન અને તેના સાથે જોડાયેલી કાર્યવાહી પર નજર રાખી રહી છે. NCB ની યૂનિટ આર્યાન ખાનની બેલની કોપીની સ્ટડી કરશે અને પછી નિર્ણય કરશે. 


આર્યન ખાનને 1 લાખના જામીન પર જમાનત મળી છે. જામીન દરમિયાન તેમણે ડ્રગ્સ કેસના આરોપીઓ સાથે સંપર્ક કરવાની પરવાનગી રહેશે નહી. તે સાક્ષીઓને પ્રભાવિત કરશે નહી. આર્યન ખાનને દર શુક્રવારે NCB સામે સવારે 11 થી 2 વાગ્યા વચ્ચે હાજર થવું પડશે. NCB ના બોલાવતાં આર્યન ખાનને તપાસમાં જોડાવવું પડશે. કોર્ટની દરેક તારીખ પર હાજરી જરૂરી રહેશે. શરતોના ઉલ્લંઘન પર જામીન રદ થઇ શકે છે. 

જો આર્યન નહીં માને આ શરતો તો રદ્દ થઈ જશે જામીન, દર શુક્રવારે NCB ઓફિસમાં આપવી પડશે હાજરી


શુક્રવારે નક્કી સમય પર આર્થર રોડ જેલ વહિવટીતંત્રને આર્યન ખાનની બેલના ઓર્ડરની કોપી મળી શકી ન હતી અને આર્યન ખાનની મુક્તિ એક રાત માટે ટળી ગઇ. આજે આર્યન ખાન જેલમાંથી બહાર આવશે. 


આર્યન ખાનની ઘર વાપસીની ખુશીમાં શાહરૂખ ખાનના બંગલા 'મન્ન'ને લાઇટિંગ વડે શણગારવામાં આવશે. મુંબઇની આર્થર રોડ જેલ (Arthur Road Jail) વડે આર્યન ખાન શુક્રવારે જ બહાર આવી જતા પરંતુ ટેક્નિકલ કારણોથી તેમને ગત રાત્રે પણ જેલમાં જ રહેવું પડ્યું. આર્યન ખાનને બોમ્બે હાઇ કોર્ટમાંથી જામીન ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube