Mumbai Cruise Drugs Case: હવે 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં રહેશે આર્યન ખાન, કોર્ટે આપી મંજૂરી
Mumbai Drug Case Live Updates: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરેલા આર્યન ખાન સહિત 3 આરોપીઓની 11 ઓક્ટોબર સુધી કસ્ટડી માંગી હતી. પરંતુ સુનાવણી બાદ કોર્ટે 7 ઓક્ટોબર સુધીની કસ્ટડી મંજૂર કરી છે.
મુંબઈઃ Mumbai Cruise Drugs Case: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલી વધી છે. આર્યન ખાનને 7 ઓક્ટોબર સુધી એનસીબી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
કોર્ટમાં શું થયું
કોર્ટમાં સુનાવણી દરમિયાન એનસીબી તરફથી રજૂ થયેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કહ્યુ કે, આર્યન ખાનની વોટ્સએપ ચેટથી માહિતી મળે છે કે તેણે ડ્રગ્સ માટે કેશ ટ્રાન્ઝેક્શન કર્યા છે. તેમણે કહ્યુ કે, આર્યન ખાનના વોટ્સએપ ચેટથી કઈ જાણકારી મળી છે, જેની તપાસ અમારે કરવાની છે.
અનિલ સિંહે કહ્યુ કે, આર્યન ખાન વોટ્સએપ પર ડ્રગ્સ પેડલરની સાથે ડ્રગ્સની વાતો કોડ વર્ડમાં કરતા હતા. તેમણે કહ્યું કે આર્યન ખાન સિવાય બાકીના આરોપી પણ રેકેટ તરીકે કામ કરી રહ્યા હતા. આ મામલામાં 5 આરોપીઓની તપાસ ચાલી રહી છે. આ સિવાય 8 આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જેની તપાસ ચાલી રહી છે. બોમ્બે હાઈકોર્ટના ઓર્ડરનો રેફરન્સ આપવામાં આવ્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે એનડીપીએસના બધા સેક્શન બેલેબલ નથી.
આ પણ વાંચોઃ ડ્રગ કેસમાં Aryan Khan નું Rhea Chakraborty સાથે છે ખાસ કનેક્શન, તમે પણ જાણો
NCB ના વકીલે કહ્યું કે આર્યન ખાન સિવાય બાકીના આરોપીઓ પણ રેકેટ તરીકે કામ કરતા હતા. તેમણે કહ્યું કે આર્યન વિદેશમાં પણ દવાઓ લેતો હતો, તેથી NCB આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ શોધવા માંગે છે. આથી તેઓ આર્યન અને અન્ય આરોપીઓના રિમાન્ડ માંગી રહ્યા છે. પૂછપરછ દરમિયાન અનિલ સિંહે કહ્યું કે આર્યનને શા માટે આમંત્રણ આપવામાં આવ્યું? તેની સાથેના લોકો પાસેથી ડ્રગ્સ મળી આવ્યા છે. આર્યને તેની સાથે ગપસપ કરી છે. આની તપાસ ન થવી જોઈએ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube