મુંબઇમાં દીપિકા રહે છે તે ઇમારતમાં લાગી આગ: દીપિકાએ કર્યું ટ્વીટ
આગ પર કાબુ મેળવવા માટે ફાયરની 10 ગાડીઓને મોકલાઇ, ફાયર બ્રિગેડ ઉપરાંત 5 વોટર ટેંકર અને 2 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે
મુંબઇ : મુંબઇમાં વર્લી વિસ્તારના પ્રભાદેવીમાં એક બહુમાળી ઇમારતમાં આગ લાગી હોવાના સમાચાર છે. આ આગ જે બિલ્ડિંગમાં લાગી છે તેનું નામ બિયૂમુંડે ટાવર્સ છે અને આ બિલ્ડિંગમાં બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની ઓફીસ અને ઘર બંન્ને છે. આ બિલ્ડિંગ 34 માળની છે અને આગ તેનાં ટોપ ફ્લોર પર લાગી છે. જો કે અભિનેત્રીનાં નજીકના સુત્રોએ જણાવ્યું કે, આગ લાગી તે સમયે દીપિકા પાદુકોણ બિલ્ડિંગમાં હાજર નહોતી.
આગ પર કાબુ મેળવવા માટે ફાયરની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ ઉપરાંત 5 વોટર ટેંકર, 2 એમ્બ્યુલન્સ અને ક્વિક રિસ્પોન્સ વ્હીકલ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. દીપિકા પાદૂકોણે પોતે ટ્વીટ કરીને પોતે સુરક્ષીત હોવાની પૃષ્ટી કરી હતી. તેણે ટ્વીટર પર લખ્યું કે, હું સુરક્ષીત છું, તમારો આભાર. આવો તે ફાઇટર્સ માટે પ્રાર્થના કરીએ જે ઘટના સ્થળ પર પોતાનાં જીવના જોખમે લોકોની રક્ષા કરી રહ્યા છે.
આ આગ કેટલી ભયાનક છે તે તમે જોઇ શકો છો. સમાચાર એજન્સી એએનઆઇ દ્વારા ટ્વીટ કરાયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કઇ રીતે આગે ઇમારતની ઉપરની ઇમારતના ઉપરના માળને ઝપટે લીધો છે. હવાની સાથે સાથે આગની લપેટો કઇ રીતે ભીષણ થઇ રહી છે. જો કે દીપિકાના નજીકના સુત્રોનાં જણાવ્યું કે, આ ઇમારતમાં જ દીપિકાનું ઘર અને ઇમારત આવેલા છે પરંતુ તેને કોઇ જ નુકસાન પહોંચ્યુ નથી.
ફાયર વિભાગનાં અનુસાર દિવસે આશરે 2 વાગ્યે લાગેલી આ આગમાં કોઇ નુકસાન થયું હોવાના સમાચાર નથી. સુત્રોએ કહ્યું કે, ઇમારતમાં 90થી વધારે લોકોને સુરક્ષીત કાઢી લેવામાં આવ્યા છે. હાલ ફાયર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.