મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આઝાદ નગરમાં એક સાત માળની ઈમારતમાં રાતે ભીષણ આગ લાગી. મળતી માહિતી મુજબ આ રાત રાતે અઢીથી ત્રણ વાગ્યાની વચ્ચે ઈમારતના પાર્કિંગમાં લાગી. આગની ઝપેટમાં આવતા કુલ 46 લોકો ઈજાગ્રસ્ત થયા અને સાત લોકોએ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ઘાયલ લોકોની એચબીટી અને કૂપર હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્કિંગ એરિયામાં લાગી આગ
બિલ્ડિંગના પાર્કિંગ એરિયામાં પાર્ક કરાયેલી 4 કાર અને 30થી વધુ બાઈક્સ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયા છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવી શકાયો. હાલ કૂલિંગનું કામ ચાલુ છે. સ્થાનિક લોકોનું માનીએ તો ઈમારતના પાર્કિંગમાં ખુબ જૂના કપડા રાખ્યા હતા. જેમાં આગ લાગી હતશે. જેણે જોત જોતામાં આખા પાર્કિંગ અને ઈમારતના પહેલા અને બીજા માળને પોતાની ઝપેટમાં લઈ લીધા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube