મુંબઇ: Lockdownની વચ્ચે માત્ર અફવાના કારણે ટોળું સ્ટેશન પહોંચ્યું કે ષડયંત્ર?
સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, બાંદ્રામાં એકત્ર થયેલા ટોળામાં કેટલાક લોકો એવો દાવો કરી રહ્યાં છે કે, ટ્રેન શરૂ થવાની અફવા સાભંળીને અમે ત્યાં પહોંચ્યા હતા
મુંબઇ: કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ત્રણ મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત છતાં ગઇકાલે બાંદ્રા સ્ટેશન પર મોટી સંખ્યામાં ટોળું એકત્રિત થયું હતું. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, બાંદ્રામાં એકત્ર થયેલા ટોળામાં કેટલાક લોકો એવો દાવો કરી રહ્યાં છે કે, ટ્રેન શરૂ થવાની અફવા સાભંળીને અમે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ પોલીસને હજુ સુધી આ વાતના કોઈ પુરાવા મળ્યા નથી કે, જેનાથી સાબિત થઈ શકે કે આ પ્રકારની કોઈ અફવા હતી કે નહીં? કેટલાક લોકોની પોલીસ દ્વારા કરવામાં આવેલી પુછપરછમાં ટ્રેન શરૂ થવાની છે એવી કોઈ અફવાનો એસએમએસ અથવા વ્હોટ્સએપ મેસેજ પણ મળ્યો ન હતો.
પોલીસ પણ આ સવાલનો જવાબ શોધી રહી છે કે, ઉત્તર પ્રદેશ અને બિહાર માટે ટ્રેન સીએસટી, દાદર અને એલટીટીથી નીકળે છે, ના કે બાંદ્રાથી. ગુજરાત રાજસ્થાન માટે જતી કેટલીક ટ્રેન પણ બાંદ્રા ટર્મિનસથી શરૂ થયા છે. જે બાંદ્રા સ્ટેશનથી લગભગ 1 અથવા 2 કિલોમિટર દુર છે. એકત્ર થયેલા ટોળામાં ના કોઈ પાસે સામાન જોવા મળ્યો ના કે કોઈ મહિલા, બાળકો સહિત પરિવાર.
ટ્રેનની જો કોઈ ખરેખરમાં અફવા હતી તો, મુંબઇના અલગ અલગ વિસ્તારોથી લોકો બાંદ્રા પહોચ્યાં હતા પરંતુ શહેરમાં લગભગ દર 2 કિલોમટીર પર લગાવેલી ચેક પોસ્ટના કારણે અન્ય વિસ્તારના લોકોનું બાંદ્રા સ્ટેશન પહોંચવું પણ શક્ય જ નથી.
પોલીસને મળેલી જાણકારી અનુસાર, એકત્ર થયેલા ટોળામાં સૌથી વધારે બાંદ્રા સ્ટેશનની આસપાસના વિસ્તારમાં આવેલી ઝૂપડપટ્ટીમાં રહેતા લોકો સામેલ હતા. જેને લઈ એક નવો સવાલ ઉભો થયો છે કે, આટલા બધા લોકો એક સાથે, એક જગ્યા પર અને એક સમયે કેવી રીતે ભેગા થયા?
ભાજપ નેતા કિરીટ સોમૈયાના મુંબઈ પોલીસ સાથે શેર કરેલા એક વીડિયોથી જાણી શકાય છે કે, ટોળું કોઈ ખાસ ઉદ્દેશ્યથી ભેગું થયું હતું, તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરી તંત્ર પર દબાણ બનાવવા માગતા હતા. જેના માટે તેમણે કોઈ મીડિયાને પણ બોલાવી હતી. જેને ટોળું એકત્ર થવાનો સમય પણ જણાવ્યો હતો. આ મીડિયા કોણ હતી. તેની તપાસ કરવામાં આવી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ ષડયંત્રની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube