દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરમાં સોમવારે રાતે એક ભયાનક અકસ્માત થયો. મુંબઈના કુર્લા વિસ્તારમાં એલબીએસ રોડ પર એક સરકારી  બસ (બેસ્ટની બસ)એ બજારમાં અનેક લોકોને કચડી નાખ્યા, વાહનો ઉછાળ્યા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું કહેવાય છે. જ્યારે 30 લોકો ઘાયલ છે. અકસ્માત બાદ ભારે અફરાતફરી મચી ગઈ. સૂચના મળતા પોલીસ ત્યાં પહોંચી અને ઘાયલોને ભાભા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. આ અકસ્માત કુર્લા પશ્ચિમ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં થયો. બસ કુર્લા સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી.  બેસ્ટની આ બસ BMC ના અંડરમાં દોડે છે. ઘાયલોને સાયન અને કુર્લા ભાભા હોસ્પિટલમાં દાખલ કરાયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ રીતે થયો અકસ્માત?
આ ઘટનામાં એક નવી વાત સામે આવી છે. શિવસેનાના વિધાયક દિલીપ લાંડેએ દાવો કર્યો છે કે  બેસ્ટ બસના ડ્રાઈવરે ગભરાઈને ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવી દીધુ હતું. સોમવારે રાતે 9.30 વાગ્યાની આસપાસ જે બસે 35 લોકોને કચડી નાખ્યા તે બસ 54 વર્ષનો સંજય મોરે ચલાવી રહ્યો હતો. તેમણે દાવો કર્યો કે આ ઘટના બ્રેક ફેઈલ થવાથી ઘટી. 



શિવસેનાના વિધાયક દિલીપ લાંડેએ અકસ્માત થયાના થોડીવાર બાદ મીડિયાને કહ્યું કે,  કુર્લા સ્ટેશનથી એક બસ નીકળી, તેની બ્રેક ફેઈલ થઈ ગઈ અને ડ્રાઈવરે બસ પરથી કંટ્રોલ ગુમાવી દીધો. જેના કારણે ડ્રાઈવર ડરી ગયો. બ્રેકની જગ્યાએ તેણે એક્સીલેટર ઉપર પગ મૂક્યો, જેના કારણે બસની સ્પીડ વધી ગઈ અને કંટ્રોલ રહી શક્યો નહીં. આ કારણ છે કે રસ્તા પર 30થી 35 લોકો તેની અડફેટે આવી ગયા. 



પોલીસે આરોપી બસ ડ્રાઈવરને અટકાયતમાં લીધો છે. પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો બસ ચાલક નશામાં લાગી રહ્યો હતો અને તે ભારે વાહન પર કાબૂ કરી શક્યો નહીં. બીજી બાજુ રાજ્ય પરિવહન વિભાગના ઈન્સ્પેક્ટર ભરત જાધવે જે કહ્યું તે પણ ચિંતાજનક છે. તેમણે કહ્યું કે, પહેલીનજરમાં તો બસના બ્રેક બરાબર છે. વિસ્તૃત તપાસ બાદમાં કરાશે. SG Barve Marg પર બસ અંધાધૂંધ 100 મીટરના ભાગ પર ટ્રેનની ઝડપથી લોકોને કચડતી દોડતી રહી. રસ્તામાં જેટલી પણ ગાડીઓ આવી તે બધી કચડાઈ ગઈ. 


નવો નવો હતો ડ્રાઈવર?
અમારી સહયોગી વેબસાઈટ ઝી 24 તાસના એક અહેવાલ મુજબ આ બસ ડ્રાઈવર વિશે એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે. ડ્રાઈવર સંજય મોરેએ 1 ડિસેમ્બરે જ ડ્રાઈવર તરીકે જોઈન કર્યું છે. ડ્રાઈવરની ઉંમર 54 વર્ષ છે અને તે પહેલા ક્યાંક બીજે કાર્યરત હતો. પોલીસની પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી છે કે બસ ચાલકે પહેલા ક્યારેય કોઈ મોટું વાહન ચલાવ્યું નથી. 


સીસીટીવી ફૂટે જ વાયરલ
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. જેમાં જ્યારે નાગરિકો બસ સ્ટોપ પર ઊભા હોય છે ત્યારે અચાનક ત્યાંથી એક બસ પસાર થતી જોવા મળે છે. આ બસ આગળ એક રિક્ષાને ટક્કર મારીને અડફેટે લે છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચે છે.