મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra) માં રાજકીય ઉથલપાથલ હજુ ચાલુ જ છે. એનસીપી(NCP)ની મહત્વની બેઠક હાલ ચાલી રહી છે. શરદ પવાર(Sharad Pawar) પણ આ  બેઠકમાં સામેલ હતાં. પાર્ટીના મોટાભાગના વિધાયકો આ બેઠકમાં પહોંચ્યા હતાં. ધનંજય મુંડે(Dhananjay Munde) પણ એનસીપીની બેઠકમાં ભાગ લેવા માટે  પહોંચ્યા હતાં. ધનંજય મુંડે એ જ વ્યક્તિ છે જેમણે અજિત પવાર(Ajit Pawar)ના નેતૃત્વમાં વિધાયકોને પોતાના પક્ષમાં કર્યાં. આ બાજુ અજિત પવારને મનાવવાની કોશિશ ચાલુ છે. અજિત પવાર સાથે માત્ર 5 વિધાયકો રહી ગયા છે. જેમના નામ બાળાસાહેબ પાટિલ, અનિલ પાટિલ, નરહરી જિડવાલ અને ધનંજય મુંડે તથા દૌલત દરોડા સામેલ છે. NCPની આ બેઠકમાં પાર્ટીના 54 વિધાયકોમાંથી 42 પહોંચ્યા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો અજિત પવાર ન માન્યા તો પાર્ટી તેમના પર કાર્યવાહી કરી શકે છે. આ બાજુ શિવસેનાના તમામ નારાજ, કોપાયમાન, ઉદાસ અને હતાશ ધારાસભ્યોને સાંત્વના આપવા અને તેમની હિંમત જાળવી રાખવા માટે ઉદ્ધવ ઠાકરે લલિત હોટલ પહોંચ્યા હતાં. તેમણે પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક યોજી. શિવસેનાના 56 વિધાયકો બેઠકમાં પહોંચ્યા હતાં. 4 અપક્ષ વિધાયકો પણ બેઠકમાં  ભાગ લેવા માટે પહોંચ્યા હતાં. 


આ બે ભત્રીજાઓ મહારાષ્ટ્રમાં બન્યા 'ગેમ ચેન્જર', બધાને પછાડી BJPએ બનાવી દીધી સરકાર


અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના રાજકારણમાં આજે સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જ્યાં કાલ સુધી શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે એવા અહેવાલો હતાં ત્યાં તો આજે સવારે આખી ગેમ જ પલટી ગઈ. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદના શપથ લીધા તો બીજી બાજુ એનસીપી સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અને દિગ્ગજ નેતા અજિત પવારે ભાજપ સાથે ભળીને ડેપ્યુટી સીએમના શપથ લીધા. રાતોરાત થયેલા સત્તાના આ ઉલટફેરે બધાને ચોંકાવી દીધા. એવું કહેવાય છે કે રાજકારણના આ ઉલટફેરમાં સૌથી મહત્વપૂર્ણ બે ભત્રીજાઓ રહ્યાં. જેમાંથી એક છે એનસીપી સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અજિત પવાર અને બીજા છે દિવંગત નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડે.


CM પદના શપથ લીધા બાદ BJP કાર્યાલય પહોંચ્યા ફડણવીસ, બોલ્યા-'મોદી હૈ તો મુમકિન હૈ'


રાજકીય વિશેષજ્ઞોનું કહેવું છે કે અજિત પવાર અને ધનંજય મુંડે  બંને ભત્રીજાઓ વર્ચસ્વની લડાઈમાં ચોટીલ નેતાઓ છે. હકીકતમાં એવા આરોપ લાગતા રહ્યાં છે કે શરદ પવારે અજિત પવારની જગ્યાએ અનેક મોરચે સુપ્રીયા સુલેને આગળ કર્યાં. જેના કારણે અજિત પવાર અને શરદ પવાર વચ્ચે તિરાડ પડી. એવું કહેવાય છે કે કાકા ભત્રીજા વચ્ચેનું અંતર હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું જ્યારે શરદ પવારના પૌત્રને ટિકિટ આપવાના મુદ્દે અજિત પવાર સાથે મતભેદ થયા હતાં. 


જુઓ LIVE TV


Maharashtra: માત્ર 9 કલાકમાં પલટી ગઈ બાજી અને બની ગઈ BJPની સરકાર, જાણો ક્યારે શું થયું?


એવું કહેવાય છેકે ધનંજયે ભાજપ અને અજિત પવારને સાથે લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. શુક્રવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત બાદ તેમણે જ સરકાર બનાવવાનો પ્લાન તૈયાર કર્યો અને અજિત પવારનો સાથ આપ્યો. 


હાલ તો જો કે રાજ્યપાલને પત્ર સોંપીને અજિત પવારે દાવો કર્યો કે તેમને તમામ ધારાસભ્યોનું સમર્થન મળેલું છે. શપથ લીધા બાદ અજિત પવારે કહ્યું કે તેઓ લોકોની સમસ્યા માટે સાથે આવ્યાં છે. લોકોએ જેમને સરકાર બનાવવા માટે ચૂંટ્યા હતાં તેમણે સરકાર બનાવવી પણ જોઈએ, આથી તેમણે શપથ લીધા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube