નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 18મી ફેબ્રુઆરી, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલવે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ મુંબઈ ઉપનગરીય રેલ્વેની બે ઉપનગરીય ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે, ત્યારબાદ આ પ્રસંગે તેમનું સંબોધન કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલ્યાણ એ મધ્ય રેલવેનું મુખ્ય જંકશન છે. દેશની ઉત્તર બાજુ અને દક્ષિણ બાજુથી આવતો ટ્રાફિક કલ્યાણમાં ભળે છે અને CSMT (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) તરફ આગળ વધે છે. કલ્યાણ અને CSTM વચ્ચેના ચાર ટ્રેકમાંથી, બે ટ્રેકનો ઉપયોગ ધીમી લોકલ ટ્રેન માટે અને બે ટ્રેક ઝડપી લોકલ, મેલ એક્સપ્રેસ અને ગુડ્સ ટ્રેનો માટે ઉપયોગમાં લેવાતા હતા. ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનોને અલગ કરવા માટે, બે વધારાના ટ્રેકનું આયોજન કરવામાં આવ્યું હતું.




થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલવે લાઇન અંદાજે રૂ. 620 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે અને તેમાં 1.4 કિલોમીટર લાંબો રેલ ફ્લાયઓવર, 3 મોટા પુલ, 21 નાના પુલ છે. આ લાઈનો મુંબઈમાં ઉપનગરીય ટ્રેનના ટ્રાફિક સાથે લાંબા અંતરની ટ્રેનના ટ્રાફિકને નોંધપાત્ર રીતે દૂર કરશે. આ લાઈનો શહેરમાં 36 નવી ઉપનગરીય ટ્રેનોની રજૂઆતને પણ સક્ષમ બનાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube