મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને તેના પિતાને 5 જૂને મારી નાખવાની ધમકીભર્યો પત્ર મળ્ય હતો. આ પત્ર બાદ બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અંદર અને બહાર ચલચલ જોવા મળી રહી છે. અભિનેતાને ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ જણાવ્યુ કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. અમે તેની ગંભીરતાની તપાસ કરી રહ્યાં છીએ. અત્યાર સુધી કોઈને કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી. જો આગળ જરૂર પડશે તો અમે અભિનેતાની સુરક્ષામાં વધારો કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો પોલીસે સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ ચર્ચામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પણ ધમકીભર્યા લેટરને લઈને પૂછપરછ કરી છે. નોંધનીય છે કે બોલીવુડ અભિનેતા સલમાન અને તેના પિતા સલીમ ખાનને રવિવારે અજાણ્યા સ્ત્રોતથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. 


વારાણસી સીરિયલ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા


મહત્વનું છે કે હાલમાં પંજાબી યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાની ધોળા દિવસે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. તેના પર એક સાથે 25-30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મૂસેવાલાની હત્યાથી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ હવે સલમાનને ધમકી ભર્યો પત્ર મળવાથી તેના ફેન્સ પણ પરેશાન થઈ ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube