Hanuman Chalisa on loudspeaker: લાઉડસ્પીકર વિવાદ વકર્યો, મનસેએ શિવસેના ભવન પર કર્યા હનુમાન ચાલીસાના પાઠ, પોલીસે બંધ કરાવ્યા
છેલ્લા કેટલાક દિવસથી રાજ ઠાકરેએ મહારાષ્ટ્રની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, લાઉડસ્પીકર હટાવવામાં આવશે નહીં તો મોટા અવાજ સાથે મસ્જિદો સામે હનુમાન ચાલીસા શરૂ કરવામાં આવશે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરને લઈને વિવાગ વધુ વકરી રહ્યો છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ રામનવમી પર મુંબઈમાં શિવસેના ભવનની બહાર લાઉડસ્પીકર લગાવી હનુમાન ચાલીસા વગાડી હતી. પરંતુ થોડીવાર બાદ પોલીસ શિવસેના ભવન પહોંચી અને બંધ કરાવ્યા હતા. પોલીસે તે ગાડીને પણ જપ્ત કરી લીધી, જેના પર લાઉડસ્પીકર લગાવી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા હતા. સાથે પોલીસ મનસે નેતા યશવંત કિલ્લેકારને પણ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન લઈને ગઈ છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી રાજ ઠાકરેએ મહારાષ્ટ્રની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, લાઉડસ્પીકર હટાવવામાં આવશે નહીં તો મોટા અવાજ સાથે મસ્જિદો સામે હનુમાન ચાલીસા શરૂ કરવામાં આવશે.
લાઉડસ્પીકર પર શિવસેનાનું વલણ
લાઉડસ્પીકરથી અઝાનના મુદ્દા પર શિવસેના સાંસદ સંજય રાઉતે પાછલા દિવસોમાં કહ્યુ હતુ કે ગૃહમંત્રીએ પણ નોટિસ જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું કે અઝાન કરતા સમયે લાઉડસ્પીકર ડેસિબલનું સ્તર કેટલું હોવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલે મુંબઈના દાદરમાં શિવાજી પાર્કમાં પોતાના ભાષણમાં રાજ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર ઉતારવામાં આવશે નહીં તો તેમની પાર્ટીના કાર્યકર્તા મસ્જિદોની સામે હનુમાન ચાલીસા વગાડશે.
માયાવતીનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર, આરોપો ખોટા ગણાવી કોંગ્રેસ વિશે કરી આ વાત
જાણો- શું છે વિવાદ
મહત્વનું છે કે પાછલા દિવસોમાં મનસે કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાજ ઠાકરેએ મહારાષ્ટ્રની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી હતી. રાજ ઠાકરેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતુ કે જો પોલીસ અને તંત્ર જલદી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવતી નથી તો મસ્જિદોની સામે મોટા અવાજે હનુમાન ચાલીસા શરૂ કરવામાં આવશે. રાજ ઠાકરેએ ચેતવણી આપ્યા બાદ તે પણ કહ્યુ હતુ કે હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની વિરુદ્ધ નથી. દરેક ધર્મને પ્રાર્થનાનો અધિકાર છે, પરંતુ મને મારા ધર્મ પર ગર્વ છે. તેથી તે વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે તમારી કોઈ વસ્તુથી બીજાને મુશ્કેલી ન થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube