સીમા હૈદરને પાકિસ્તાન મોકલી દો, નહીં તો..... મુંબઈ પોલીસને મળી આતંકી હુમલાની ધમકી
Seema Haider News: સીમા હૈદર પાકિસ્તાનથી ભાગીને નોઇડામાં સચિનના ઘરે આવી ગઈ છે. મહિલાએ કહ્યું કે તેને પાકિસ્તાન પરત મોકલવામાં આવે તો તેની હત્યા થઈ શકે છે.
મુંબઈઃ Seema Haider Pakistan Threat: પાકિસ્તાન છોડીને ભારત આવેલી સીમા ગુલામ હૈદર (Seema Haider)ને લઈને મુંબઈ પોલીસને (Mumbai Police)ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસે ગુરૂવાર (13 જુલાઈ) એ જણાવ્યું કે કંટ્રોલ રૂમમાં ગઈકાલે એક ધમકીભર્યો કોલ આવ્યો હતો. જેમાં ફોન કરનારે પોલીસને ધમકી આપી કે જો પાકિસ્તાની નાગરિક સીમા હૈદર પાકિસ્તાન પરત ન ફરી તો 26/11 ના આતંકવાદી હુમલા માટે તૈયાર રહો.
મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે. પાકિસ્તાની મહિલા સીમા હૈદર ઓનલાઈન ગેમિંગ દરમિયાન યુપીના નોઈડામાં રહેતા સચિન મીનાના પ્રેમમાં પડી ગઈ હતી. જે બાદ સીમા પાકિસ્તાનથી ભાગીને નેપાળ થઈને ભારત આવી હતી.
નોઇડા પોલીસે કરી હતી ધરપકડ
સીમા હૈદરની ભારતમાં ગેરકાયદેસર રહેવા માટે ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલામાં સચિનની પણ ધરપકડ કરી હતી. પરંતુ બંનેને બાદમાં કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. સીમા પોતાના ચાર બાળકો સાથે ભારત આવી છે. હાલમાં તે પોતાના બાળકોની સાથે સચિનના ઘર પર રહે છે.
આ પણ વાંચોઃ પટણા: પોલીસે નેતાઓ-કાર્યકરોને દોડાવી દોડાવીને માર્યા, લાઠીચાર્જમાં BJP નેતાનું મોત
સીમા હૈદરે કહ્યું- મારા જીવને ખતરો
સીમાએ તેને પાકિસ્તાન પરત મોકલવા પર જીવનો ખતરો ગણાવ્યો છે. સીમાના પહેલા પતિએ ભારત સરકારને તેની પત્ની અને બાળકો પરત મોકલવાની અપીલ કરી છે. જેના પર સીમાએ કહ્યું કે જો તેને પાકિસ્તાન મોકલવામાં આવશે તો ત્યાં હત્યા કરી દેવામાં આવશે. તેણે પોતાની મરજીથી હિન્દુ ધર્મ અપનાવી સચિન સાથે લગ્ન કર્યાં છે.
ઓનલાઇન ગેમ રમતા થયો પ્રેમ
સચિને જણાવ્યુ કે તે બંને ઓનલાઇન ગેમ પબજી રમતા 2019માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે પહેલા મિત્રતા અને પછી પ્રેમ થઈ દયો. ત્યારબાદ બંને આ વર્ષે માર્ચ મહિનામાં નેપાળમાં મળ્યા હતા. જ્યાં બંનેએ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ બંને પોતાના દેશ પરત ફરી ગયા હતા. સીમા 13 મેએ નેપાળ થઈ ભારતમાં પહોંચી હતી. હવે તે સચિન સાથે રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube