ડ્રગ્સ કેસમાં કેવી રીતે થતી હતી વસૂલી? SIT ની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ આવ્યા બાદ રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવું જાણવા મળ્યું છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના નામ પર કેટલાક લોકોએ વસૂલી કરી છે.
મુંબઈ: ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાન (Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) નું નામ આવ્યા બાદ રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવું જાણવા મળ્યું છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના નામ પર કેટલાક લોકોએ વસૂલી કરી છે. આ વાતનો ખુલાસો મુંબઈ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) ની તપાસમાં થયો છે.
વસૂલી કાંડની તપાસ કરી રહી છે SIT
મુંબઈ પોલીસની એસઆઈટી ડ્રગ્સ મામલે વસૂલી કાંડની તપાસ કરી રહી છે. Zee News ના રિપોર્ટમાં સોમવારે જ જણાવવામાં આવ્યું હતું કે SIT ને હજુ સુધી તપાસમાં સમીર વાનખેડે કે એનસીબીના કોઈ પણ અધિકારીની સંડોવણી જાણવા મળી નથી. જો કે હજુ તપાસ ચાલુ છે.
એનસીબીના નામે વસૂલીનો ખુલાસો
મુંબઈ પોલીસના કેટલાક વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાં મુજબ એસઆઈટીને એ જરૂર જાણવા મળ્યું છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના નામ પર કેટલાક લોકોએ વસૂલી જરૂર કરી છે. જેમાં સૌથી પ્રમુખ નામ કિરણ ગોસાવી (Kiran Gosavi) નું સામે આવી રહ્યું છે.
કિરણ ગોસાવીએ આ રીતે આપ્યો વસૂલી કાંડને અંજામ
મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ કિરણ ગોસાવી અને કેટલાક લોકોએ ખુબ જ ચાલાકીથી પોતાને એનસીબીના અધિકારી ગણાવીને વસૂલી કાંડને અંજામ આપ્યો છે. કિરણ ગોસાવીએ પહેલા ખુબ ચાલાકીથી આર્યન ખાન સાથે પોતાની સેલ્ફી ક્લિક કરી અને પછી પોતાના મોબાઈલમાં આર્યનની ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી લીધી.
એટલું જ નહીં જ્યારે આર્યન ખાનને એનસીબીની ઓફિસ લાવવામાં આવ્યો તો ગોસાવીને એ વાત સારી પેઠે ખબર હતી કે ત્યાં મીડિયા હાજર છે. આથી તે પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવવા માટે પોતે આર્યન ખાનનો હાથ પકડીને એનસીબી ઓફિસની અંદર લઈ ગયો. જેથી કરીને ટેલિવિઝન પર તે એનસીબીનો અધિકારી જ લાગે.
UPA સમયે રાફેલ ડીલ માટે અપાઈ હતી લાંચ, ફ્રાન્સના મેગેઝીનનો ચોંકાવનારો દાવો
ત્યારબાદ જ્યારે કિરણ ગોસાવી લોઅર પરેલ વિસ્તારમાં શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણીને મળ્યો તો તેણે આ તમામ પુરાવા પૂજાને પણ દેખાડ્યા. જેથી કરીને તેને વિશ્વાસ અપાવી શકે કે તે જ એનસીબી અધિકારી છે અને તે આર્યન ખાનને આ મામલામાંથી બહાર કાઢી શકે છે.
કાનૂની સલાહ લઈ રહી છે પોલીસ
હવે મુંબઈ પોલીસ પોતાની તપાસના આધારે કિરણ ગોસાવી અને કેટલાક લોકો પર પ્રિવેન્શન ઓફ કરપ્શનનો કેસ દાખલ કરવા માંગે છે જેના માટે કાનૂની સલાહ લેવાઈ રહી છે. હજુ સુધી આ મામલે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણીનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાયું નથી. કારણ કે તેણે પોતાની ખરાબ તબિયતનો હવાલો આપ્યો છે. જો કે આ મામલે એક્ટર ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેનું નામ પણ સામે આવ્યું છે. પરંતુ હાલ તેણે પોતાને કોરોના સંક્રમિત ગણાવ્યો છે. આથી કેસમાં તપાસ ધીમી રીતે થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube