નવી દિલ્હી: મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઊદ્યોગપતિ રાજ કુંદ્રાની ધરપકડ કરી છે. કુંદ્રા વિરુદ્ધ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવાનું અને તેને એપના માધ્યમથી પ્રસારિત કરવાના મામલે કેસ દાખલ થયો હતો. આ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. આવા કેસમાં મોટાભાગે આરોપી વિરુદ્ધ આઈટી એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ થાય છે. જો કોર્ટ આરોપીને દોષિત ઠેરવે તો તેણે અનેક વર્ષો સુધી જેલમાં સડવું પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોર્નોગ્રાફી અને પોર્નોગ્રાફિક કન્ટેન્ટ મામલે આપણો કાયદો ખુબ કડક છે. આ પ્રકારના કેસમાં આઈટી એક્ટની સાથે સાથે ઈન્ડિયન પીનલ કોડ એટલે કે આઈપીસીની અનેક કલમો હેઠળ ગુનો દાખલ થાય છે. ઈન્ટરનેટનું ચલણ અને આધુનિક ટેક્નોલોજી વિક્સિત થયા બાદ આઈટી એક્ટમાં પણ સંશોધન કરવામાં આવ્યું હતું. જેથી કરીને આજના સમયમાં આ પ્રકારના કેસમાં દોષિત ઠરનારા વ્યક્તિને આકરી સજા થઈ શકે. 


એન્ટી પોર્નોગ્રાફી લો
ઈન્ટરનેટના માધ્યમથી અશ્લીલતાનો વેપાર ખુબ ફેલાઈ રહ્યો છે. આવામાં પોર્નોગ્રાફી એક મોટો વેપાર બની ગઈ છે. જેના દાયરામાં એવા ફોટા, વીડિયો, ટેક્સ્ટ, ઓડિયો અને સામગ્રી આવે છે જે યૌન કૃત્યો અને નગ્નતા પર આધારિત હોય. આવી સામગ્રીને ઈલેક્ટ્રોનિક ઢબે પ્રકાશિત કરવા, કોઈને મોકલવી, કોઈ બીજા દ્વારા પ્રકાશિત કરવી  કે મોકલવા પર એન્ટી પોર્નોગ્રાફી લો લાગૂ થાય છે. 


શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, જાણો શું છે ઘટના


અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ
બીજાના નગ્ન કે અશ્લીલ વીડિયો તૈયાર કરનારા કે આવા એમએમએસ બનાવનારા કે ઈલેક્ટ્રોનિક માધ્યમોથી તેને બીજા સુધી પહોંચાડનારા કે કોઈની મરજી વિરુદ્ધ અશ્લીલ સંદેશ મોકલનારા લોકો આ કાયદાના દાયરામાં આવે છે. પોર્નોગ્રાફી પ્રકાશિત, પ્રસારિત કરવી અને ઈલેક્ટ્રોનિક માધ્યમોથી બીજા સુધી પહોંચાડવી ગેરકાયદેસર છે. પરંતુ તેને વાંચવું, જોવું કે સાંભળવું ગેરકાયદેસર ગણાતું નથી. જ્યારે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી પણ ગેરકાયદેસર છે. 


આઈટી એક્ટ અને આઈપીસી હેઠળ સજા
તેના હેટળ આવનારા કેસમાં આઈટી (સંશોધન) કાયદા 2008ની કલમ 67(એ) અને આઈપીસીની કલમ 292, 293, 294, 500, 506 તથા 509 હેઠળ સજાની જોગવાઈ છે. ગુનાની ગંભીરતાને જોતા પહેલી ભૂલ પર પાંચ વર્ષ સુધીની જેલની સજા કે 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. પરંતુ બીજીવાર ભૂલ પકડાય તો જેલની સજા 7 વર્ષ સુધી વધી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube