મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 7થી 8 ગાડીઓ પરસ્પર ટકરાઈ. રિપોર્ટ્સ મુજબ એક ટ્રક બેકાબૂ થવાના કારણે આ અકસ્માત થયો. આ અકસ્માત એટલો મોટો હતો તેનો અંદાજો તસવીરોથી લગાવી શકાય છે. જેમાં ગાડીઓના ફૂરચા ઉડી ગયા. એક્સપ્રેસ વેના ખોપોલી એક્ઝિટ પાસે આ અક્સમાત થયો અને તેના કારણે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. એક્સપ્રેસ વે પર તૈનાત પોલીસ અને બચાવ દળની ટુકડી તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING