મુંબઈ/નવી દિલ્હી: મુંબઈમાં ભારે વરસાદ બાદ રેલવે ટ્રેક પર ફસાયેલી મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેનના તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે. જે મુસાફરોને ટ્રેનમાંથી રેસ્ક્યુ કરાયા તેમાં 9 ગર્ભવતી મહિલાઓ પણ સામેલ હતી. રેલવે તરફથી બહાર પડાયેલા એક નિવેદન મુજબ મુસાફરોની કુલ સંખ્યા 700 ગણાવવામાં આવી રહી છે. ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવેલા મુસાફરોને  લઈને સ્પેશિયલ રિલિફ ટ્રેન કલ્યાણથી કોલ્હાપુર જવા રવાના થશે. ટ્રેનમાં 19 ડબ્બા લગાવવામાં આવ્યાં છે. મુસાફરોના ખાવા, પીવા અને દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેન ટ્રેક પર ફસાયા બાદ સવારે લગભગ 11 કલાકે રાહત અને બચાવ કાર્ય શરૂ કરાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદલાપુર મોકલવામાં આવી રહ્યાં છે મુસાફરો
ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા માટે રાહત અને બચાવ કાર્યમાં નેવી, એરફોર્સ અને એનડીઆરએફ તથા સ્થાનિક પ્રશાસનની ટીમોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે બચાવ કાર્યમાં એનડીઆરએફ, સેના, સ્થાનિક પ્રશાસન, પોલીસ અને રેલવે મંત્રલાયના એક્સપર્ટે ભાગ લીધો હતો. હાલ ટ્રેનમાંથી બહાર  કાઢવામાં આવેલા તમામ મુસાફરોને બદલાપુર સ્ટેશને પહોંચાડવામાં  આવી રહ્યાં છે. 


જુઓ VIDEO



મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અપીલ
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ફસાયેલા મુસાફરોને અપીલ કરતા કહ્યું હતું કે ચિંતા ન કરો. સ્થળ પર એનડીઆરએફ, સેના, સ્થાનિક પ્રશાસન, પોલીસ અને રેલવે મંત્રાલયના એક્સપર્ટ બચાવકાર્યમાં લાગ્યાં છે. 


ટ્રેનમાં 9 ગર્ભવતી મહિલાઓ હતી
ટ્રેનમાંથી રેસ્ક્યુ કરાયેલા મુસાફરોમાં બાળકો, વૃદ્ધો ઉપરાંત 9 ગર્ભવતી મહિલાઓ પણ હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ટ્રેનમાં મુસાફરોની સંખ્યા 2000 હોવાનું કહેવાયું હતું. મુસાફરોને કોઈ પણ પ્રકારની પરેશાનીઓ ન થાય તે માટે ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ અને 37 ડોક્ટરોની ટીમને તહેનાત કરાઈ હતી. ચિકિત્સકોની ટીમમાં ગાયનેકોલોજીસ્ટ પણ હતાં. બચાવ ટીમોએ સૌથી પહેલા મહિલાઓ અને બાળકોને રેસ્ક્યુ કર્યાં, ત્યારબાદ વૃદ્ધોને અને અંતમાં પુરુષોને ટ્રેનમાંથી રેસ્ક્યુ કર્યા હતાં.