મુંબઈ: ભારે વરસાદથી અનેક ઠેકાણે પાણી ભરાયા, પવઈ લેક ઓવરફ્લો
મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી મૂસળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકની પરેશાની વધી ગઈ છે. મળતી માહિતી મુજબ મુંબઈના નીચાણવાળા વિસ્તારો હિન્દમાતા, ટીટી જંકશન, કિંગ સર્કલ, ધારાવીમાં પાણી ભરાયા છે. ત્યારબાદ બીએમસીએ મોરચો સંભાળતા પાણીના નીકાલ માટે મેઈન હોલ્સના ઢાંકણા ખોલી નાખ્યાં. આ સાથે સુરક્ષા કારણોસર બીએમસી કર્મીઓને પણ ત્યાં તૈનાત કરાયા છે જેથી કરીને કોઈ નાગરિક મેઈલ હોલ્સમાં પડે નહીં.
મુંબઇ: મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી મૂસળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકની પરેશાની વધી ગઈ છે. મળતી માહિતી મુજબ મુંબઈના નીચાણવાળા વિસ્તારો હિન્દમાતા, ટીટી જંકશન, કિંગ સર્કલ, ધારાવીમાં પાણી ભરાયા છે. ત્યારબાદ બીએમસીએ મોરચો સંભાળતા પાણીના નીકાલ માટે મેઈન હોલ્સના ઢાંકણા ખોલી નાખ્યાં. આ સાથે સુરક્ષા કારણોસર બીએમસી કર્મીઓને પણ ત્યાં તૈનાત કરાયા છે જેથી કરીને કોઈ નાગરિક મેઈલ હોલ્સમાં પડે નહીં.
ભારતીય હવામાન ખાતાએ મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે આગામી 4 દિવસ સુધી સાવધાન રહેવાની ચેતવણી આપી છે. પોતાની ચેતવણીમાં વિભાગે મુંબઈ, પાલઘર, રાયગઢ અને કોંકણ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
હાઈ ટાઈડ
આજે સવારે 12.23 વાગે હાઈ ટાઈડની ચેતવણી પણ અપાઈ હતી. જે દરમિયાન ખુબ ઉચા મોજા ઉછળ્યા હતાં. કોરોનાની સાથે સાથે મુંબઈમાં ભારે વરસાદનું પણ સંકટ જોવા મળી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પશ્ચિમ-મધ્ય અને બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાયુ છે. જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
મુંબઈમાં બરાબર ચોમાસુ બેસી ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં શનિવારથી જ અટકી અટકીને વરસાદ પડી રહ્યો છે. રવિવારે સવારે થોડીવાર માટે વરસાદ બંધ થયો પરંતુ ત્યારબાદ ગણતરીના કલાકોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો. ચેમ્બુરથી અંધીર વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવવાના કારણે ખાર સબવે બંધ કરી દેવાયો છે.
મુંબઈમાં શનિવારે પણ સમુદ્રમાં હાઈટાઈડ આવી હતી. છેલ્લા 48 કલાકથી થયેલા ભારે વરસાદના કારણે મુંબઈ પાણી પાણી છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે ઓછામાં ઓછા 10 વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાઈ ગયા છે.