મુંબઇ: મુંબઈના (Mumbai) સાકી નાકા વિસ્તારમાં બળાત્કારના કેસમાં (Rape Case) બે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજને આરોપી સામે મહત્વના પુરાવા તરીકે ગણવામાં આવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ (CCTV Footage) મુજબ આ ઘટના રાત્રે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે બની હતી. એક ફૂટેજમાં આરોપી પીડિતા (Victim) સાથે નિર્દયતા કરતો જોવા મળે છે. બીજામાં જોઈ શકાય છે કે બળાત્કાર બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈના સાકી નાકા વિસ્તારમાં આ શરમજનક ઘટના બની હતી. અહીં ખૈરાણી રોડ પર એક 30 વર્ષીય મહિલા પર પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો અને બળાત્કાર બાદ આરોપીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો. મહિલાને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાએ દિલ્હીના નિર્ભયા રેપ કેસની યાદો તાજી કરી છે. આ કેસમાં માહિતી મળ્યા બાદ પોલીસે દરોડા પાડીને આરોપી મોહિત ચૌહાણની ધરપકડ કરી હતી.


આ પણ વાંચો:- શું બાળકોમાં લાંબા સમય સુધી રહેશે કોરોનાની અસર? જાણો એક્સપર્ટ્સે શું કહ્યું...


પહેલા લોખંડના સળિયાથી માર માર્યો, પછી તે જ પ્રાઇવેટ પાર્ટમાં નાખ્યો
ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપી મોહિત ચૌહાણ (45) એ મહિલા પર બળાત્કાર કર્યા બાદ તેને ખરાબ રીતે માર માર્યો હતો. તેમજ લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. આ પછી તેણે મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં ઘણી વખત લોખંડનો સળિયો નાખ્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ મહિલાને ટેમ્પોમાં બેસાડી નાસી ગયા હતા.


15 મિનિટ પછી ત્યાંથી પસાર થઈ રહેલા કોઈએ શખ્સે મહિલાને લોહીથી લથપથ બેભાન અવસ્થામાં જોઈ. ત્યારબાદ તેણે મુંબઈ પોલીસને ફોન કર્યો. પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજ આરોપીઓ સામે ખૂબ મહત્વના પુરાવા છે.


આ પણ વાંચો:- દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 હજાર 376 નવા કેસ, આ રાજ્યમાં 25 હજારથી વધુ


33 કલાક બાદ પીડિતાનું મોત
હોસ્પિટલમાં દાખલ થયાના લગભગ 33 કલાક બાદ પીડિતાનું મોત થયું છે. પીડિતાની મુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પીડિતાના મૃત્યુ પહેલા મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે મહિલાની હાલત નાજુક છે, લોહી ઓછું છે અને પ્રાઈવેટ પાર્ટ નિકળી ગયો છે. અત્યારે મહિલા વેન્ટિલેટર પર છે. આ એક દુ:ખદ ઘટના છે. મહિલાના આંતરડા બહાર આવી ગયા હતા, ઘણું લોહી નીકળી ગયું હતું, બે મિનિટ કે બે કલાક કહી શકતા નથી, ડોકટરો બચાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube