મુંબઈ: મહિલા સુરક્ષાના દાવા કરતી ઠાકરે સરકાર અને મુંબઈ (Mumbai)  પોલીસના દાવા કેટલા પોકળ છે તેનું તાજુ ઉદાહરણ માટુંગા રેલવે સ્ટેશન પર જોવા મળ્યું. અહીં એક સિરિયલ કિસર ફૂટ ઓવરબ્રિજથી પસાર થતી મહિલાઓ અને યુવતીઓને તક જોઈને તેમની છેડતી કરી ફરાર થઈ જતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આસામમાં સરકારના આ એક નિર્ણયે પલટી બાજી, લોકોએ PM મોદી માટે ઠેર ઠેર દીવડા પ્રગટાવ્યાં


ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા કેટલાય દિવસથી આ યુવક આ રીતની હરકતોને અંજામ આપતો હતો પરંતુ માત્ર એક કિલોમીટર દૂર બેઠેલી માટુંગા રેલવે પોલીસને તેની ગંધ સુદ્ધા ન આવી. ગુરુવારે સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી અને આરોપીની ધરપકડ કરવાની ઘટનામાં તપાસમાં લાગી. 


શું છે વીડિયોમાં?
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે માટુંગા  રેલવે સ્ટેશનના એક ફૂટ ઓવરબ્રિજ પર મોડી સાંજે યુવતી પસાર થઈ રહી છે. અચાનક તેની પાછળ કોઈ યુવક આવે છે અને તેને કિસ કરીને ભાગે છે. આ ઘટના 25 જાન્યુઆરીની છે અને છોકરીએ ઘરે જઈને પરિવારને આ અંગે જાણ કરી હતી. 


જુઓ ચોંકાવનારો VIDEO...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...