શિવસેના, NCP અને કોંગ્રેસના 162 MLAએ કર્યું શક્તિ પ્રદર્શન, બળવો નહીં પોકારે તેના લીધા શપથ
શિવસેના, કોંગ્રેસ અને એનસીપી પોત પોતાના વિધાયકો પર નજર રાખી રહ્યાં છે.
મુંબઈ: સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા મહારાષ્ટ્રમાં ભાજપ-અજિત પવારને સરકાર બનાવવા માટે આપેલા આમંત્રણ મામલે આજે પોતાનો ચુકાદો આવતી કાલ માટે અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટ કાલે સવારે 10.30 વાગે ચુકાદો આપશે. જેથી કરીને ભાજપ-અજિત પવારને ઓછામાં ઓછું એક દિવસની તો રાહત મળી જ ગઈ. આ બાજુ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે રાજ્યપાલ ભવનમાં વિધાયકોનો પત્ર આપીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે. તે પહેલા જ પોતાની તાકાત દર્શાવવા માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પોત પોતાના વિધાયકોની આજે હોટલ ગ્રેન્ડ હયાતમાં પરેડ કરાવી અને તેમને એકજૂથ રહેવાના શપથ લેવડાવ્યાં. ત્રણેય પક્ષના 162 ધારાસભ્યોએ શપથ લીધા. અત્રે જણાવવાનું કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી પોત પોતાના વિધાયકો પર નજર રાખી રહ્યાં છે.
@maha_governor pic.twitter.com/hUSS4KoS7B
— Sanjay Raut (@rautsanjay61) November 25, 2019
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે આજે ટ્વીટ કરીને કહ્યું કે અમે બધા એક છીએ. તમે અમારા 162 ધારાસભ્યોને પહેલીવાર હયાત હોટલમાં સાંજે 7 વાગે જોઈ શકશો. સૂત્રોના જણાવ્યાં મુજબ પરેડ કરાવવાનો નિર્ણય ત્રણેય પાર્ટીઓના નેતાઓ વચ્ચે થયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. સંજય રાઉતે પોતાની ટ્વીટમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પણ ટેગ કર્યા છે. તેમણે લખ્યું છે કે આવો અને અમને એક સાથે તમે જોઈ શકો છો.
Maharashtra: ડે.સીએમ બનતા જ અજિત પવારને થયો મસમોટો ફાયદો, 70 હજાર કરોડના કૌભાંડના 9 કેસ બંધ
વિધાયકોની પરેડ કરાવીને તેઓ સાબિત કરવા માંગે છે કે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી ભાજપની સરકાર અલ્પમતમાં છે. જો કે અહીં એ સ્પષ્ટ કરવું કે હોટલમોમાં કે બીજે ક્યાય પરેડ કરાવવાથી કશું થતું નથી. વિધાનસભામાં બહુમત સાબિત કરવા પર બધો મદાર હોય છે. કહેવાય છે કે શિવસેનાના 56, કોંગ્રેસના 44 અને એનસીપીના 54 ધારાસભ્યોમાંથી 51 હોટલમાં હાજર છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના અને કેટલાક અપક્ષ ધારાસભ્યો પણ તેમના પક્ષમાં છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube