મુંબઇ: નવી મુંબઇના પનવેલ વિસ્તારમાં ચૂકાદો સંભળાવવા કોર્ટ પહોંચેલા એક જજ સાહેબને સાપે ડંખ મારી લીધો. ઉતાવળમાં જજ સાહેબને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. ઉપચાર બાદ તેમની હાલતમાં સુધારો છે. કોર્ટ સ્ટાફના અનુસાર મંગળવારે સવારે લગભગ 11:30 વાગે જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેત ફર્સ્ટ ક્લાસ (JMFC) પનવેલ કોર્ટ પહોંચ્યા હતા. કોર્ટમાં ચૂકાદો સંભળાવવા માટે તે પોતાની ચેમ્બરમાં તૈયાર થઇ રહ્યા હતા, ત્યારે છત પરથી એક સાપ તેમના ખભા પર પડ્યો અને તેમને ડંખ મારી લીધો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જજ સાહેબને સાપે ડંખ માર્યાની ખબરથી સમગ્ર કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઇ. કોર્ટનો બધો સ્ટાફ ચેમ્બર તરફ દોડી આવ્યો. પનવેલ બાર એસોસિએશનના અધ્યક્ષ એડવોકેટ મનોજ ભુજબળે જણાવ્યું કે બાંધર રોડ સ્થિત કોર્ટમાં JMFC સીપી કાસિદના જમણા હાથમાં એક સાપે ડંખ માર્યો. તેમને નજીકના ગાંધી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા, જ્યાં ખબર પડી કે ડંખ મારનાર સાપ ઝેરી ન હતો. પ્રાથમિક ઉપચાર બાદ જજ સાહેબને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. 


જજ સાહેબને ઘાયલ કરનાર સાપને પકડી લેવામાં આવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે આ સાપ રેટ સ્નેક પ્રજાતિનો હતો. બોલચાલની ભાષામાં આ સાપને ધામરડું પણ કહે છે. મદારીને બોલાવીને આ સાપને પકડાવવામાં આવ્યો અને તેને દૂર લઇ જઇ છોડી દેવામાં આવ્યો. 


પનવેલ સબ-ડિવિઝન હોસ્પિટલના અધિક્ષક ડો.નાગપાલ યેમ્પલેએ જણાવ્યું કે સાપ દ્વારા ડંખ માર્યા બાદ જજ સાહેબને અહીં લાવવામાં આવ્યા હતા. જોકે થોડીવાર બાદ તે બીજી હોસ્પિટલમાં જતા રહ્યા. આ મામલે પનવેલના સીનીયર ઇંસ્પેક્ટર વિનોદ ચૌહાણે જણાવ્યું કે તેમને સાપના ડંખ કોઇ ફરિયાદ મળી નથી. જોકે જાણવા મળ્યું છે કે જજ સાહેબને સાપે ઘાયલ કર્યા છે તો અનૌપચારિક રીતે તેમની મુલાકાત કરી ખબર-અંતર પૂછી લીધા. 


એડવોકેટ આરકે પાટીલ અને એડવોકેટ દીપક ઠાકુરે જણાવ્યું કે કોર્ટ પરિસર ખૂબ જુનૂ છે. અહીં મોટાભગે ભવન જર્જિત હાલતમાં પહોંચી ચૂક્યું છે. તેના લીધે અહીં સાપ મળે છે. ધીરે-ધીરે કોર્ટને નવી બિલ્ડીંગમાં શિફ્ટ કરવામાં આવી રહી છે. કેટલીક કોર્ટ નવા ભવનમા6 જતી રહી છે તો કેટલીક હજુ અહીં ચાલુ છે.