Mumbai Toll Tax Free: મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે એવી જાહેરાત કરી છે, જેને સાંભળીને કાર ચાલકો ખુશ થઈ જયા છે. વાસ્તવમાં, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈમાં પ્રવેશ માટે પાંચ ટોલ બૂથ પર હળવા મોટર વાહનો માટે ટોલ ફી સંપૂર્ણ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. આ નિયમ આજે રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં આ અઠવાડિયે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર કેબિનેટના આ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્ય સરકારના મંત્રી દાદાજી દગડુ ભુસેએ જણાવ્યું હતું કે આજની રાત પછી હળવા વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવશે. તેમણે કહ્યું, 'મુંબઈમાં પ્રવેશ સમયે દહિસર ટોલ, આનંદ નગર ટોલ, વૈશાલી, ઐરોલી અને મુલુંડ સહિત 5 ટોલ પ્લાઝા હતા. આ ટોલ રૂ. 45 અને રૂ. 75ના દરે વસૂલવામાં આવતા હતા, જે 2026 સુધી અમલમાં હતા. લગભગ 3.5 લાખ વાહનો આવતા-જતા હતા. તેમાંથી લગભગ 70 હજાર ભારે વાહનો અને 2.80 લાખ હળવા વાહનો હતા. સરકારે આજે મધરાત 12 પછી હળવા વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. લોકોનો કતારોમાં ઉભા રહેવાનો સમય બચશે. સરકાર ઘણા મહિનાઓથી આ અંગે ચર્ચા કરી રહી હતી અને આજે આ ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ VIDEO : રામાયણમાં મહાભારત! રામલીલામાં રાવણ અને રામ ઝઘડ્યા, બથ્થંબથ્થા આવી ગયા


કયા વાહનોને ટોલ ચાર્જ ચૂકવવો પડશે નહીં
કાર, જીપ, વાન અને નાની ટ્રક જેવા વાહનોને આજથી એટલે કે 14 ઓક્ટોબર 2024 ના રોજ બપોરે 12:00 વાગ્યાથી મુંબઈના પાંચ એન્ટ્રી ટોલ બૂથ પર ટોલ ચૂકવવો પડશે નહીં. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે તહેવારોની સિઝનમાં ખાસ કરીને દિવાળીમાં લોકો વધુ મુસાફરી કરે છે. આનાથી મુંબઈ આવતા-જતા મુસાફરોની અવરજવર હળવી થવાની અપેક્ષા છે.


લાંબા સમયથી ચાલી રહી હતી ટોલ માફીની માંગ
ટોલ માફીની માંગ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને શિવસેનાના બંને જૂથ (ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ) ના નેતાઓ સહિત વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેએ તાજેતરમાં મુંબઈમાં પ્રવેશ પર ટોલ ચાર્જ હટાવવાની માંગ કરી હતી.