મુંબઈને બોમ્બ વિસ્ફોટોથી હચમચાવી નાખવાનો ધમકી ભર્યો સંદેશ મળતા હડકંપ, પોલીસ-સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Mumbai News: મુંબઈ પોલીસે કહ્યું કે મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકી ભર્યો સંદેશો મળ્યો છે. સંદેશામાં કહેવાયું છે કે મુંબઈના છ સ્થળો પર બોમ્બ મૂકવામાં આવ્યા છે. મેસેજ બાદ મુંબઈ પોલીસ અને અન્ય એજન્સીઓ સતર્ક છે.
મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં પોલીસને એક ધમકીભર્યો સંદેશ મળતા હડકંપ મચી ગયો છે. મુંબઈ પોલીસે કહ્યું કે મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકી ભર્યો સંદેશો મળ્યો છે. સંદેશામાં કહેવાયું છે કે મુંબઈના છ સ્થળો પર બોમ્બ મૂકવામાં આવ્યા છે. મેસેજ બાદ મુંબઈ પોલીસ અને અન્ય એજન્સીઓ સતર્ક છે. સંદેશો મોકલનારાની શોધખોળ ચાલુ છે.
મળતી માહિતી મુજબ મુંબઈ ટ્રાફિક પોલીસના જણાવ્યાં મુજબ હેલ્પલાઈન નંબરના વ્હોટ્સએપ નંબર પર આ મેસેજ આવ્યો હતો. ત્યારબાદ ટ્રાફિક પોલીસે સિટી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ એટીએસને પણ તેની સૂચના આપી. આ મામલે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. કેટલીક શંકાસ્પદ જગ્યાઓની તપાસ પણ કરાઈ છે. પરંતુ હાલ કશું મળ્યું નથી. આ મામલે તપાસ સિટી પોલીસની સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ કરી રહી છે.
અત્રે જણાવવાનું કે આ અગાઉ આરબીઆઈ ઓફિસને પણ ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકી મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 3 લોકોની ધરપકડ કરી હતી. ગુજરાતના વડોદરાથી 3 લોકોની ધરપકડ કરાઈ હતી. ત્રણેય આરોપીઓએ આરબીઆઈને મેઈલ કરીને 11 જગ્યાઓ પર બ્લાસ્ટની ધમકી આપી હતી. રિઝર્વ બેંકને એક ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો હતો. જેમાં 11 જગ્યાએ બોમ્બવિસ્ફોટની વાત કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube