નવી દિલ્હી: મુંબઈમાં સતત વરસી રહેલા મૂશળધાર વરસાદના પગલે રેલવે ટ્રેક પર ઘુંટણસમા પાણી જમા થઈ ગયું છે. જેની સીધી અસર ટ્રેનોની અવરજવર પર પડી છે. પાણી ભરાવવા છતાં સેન્ટ્રલ રેલવે પોતાની ત્રણેય લાઈનોમાં ટ્રેનોનું પરિચાલન તો કરી રહ્યું છે પરંતુ તેની રફતાર ખુબ ધીમી છે. જેના પગલે સેન્ટ્રલ રેલવેના કલવા અને થાણા વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી 30 મિનિટ સુધી મોડી ચાલી રહી છે. પાણી ભરાવવાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તરત એક્શન લેતા રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ પ્રભાવિત રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ ખુબ વરસાદ અને પાણી ભરાવવાના કારણે મુંબઈની ત્રણેય રેલવે લાઈનો પર અસર  પડી છે. સૌથી વધુ સેન્ટ્રલ રેલવેની ટ્રેનો પર અસર થઈ છે. સેન્ટ્રલ રેલવેની ટ્રેનો નિર્ધારીત સમયથી 30 મિનિટ મોડી ચાલી રહી છે. આ બાજુ વેસ્ટર્ન રેલવેમાં નાલાસોપારા રેલવે સ્ટેશન પાસે પાણી ભરાયા છે. જેના કારણે ટ્રેનો આશરે 15 મિનિટ મોડી ચાલી રહી છે. આ જ રીતે મુંબઈની હાર્બર લાઈનની ટ્રેનો નિર્ધારીત સમયથી 10થી 15 મિનિટ મોડી ચાલી રહી છે. 



રેલવેના જણાવ્યાં મુજબ વરસાદ અને પાણી ભરાયા હોવાના કારણે લાંબા અંતરની લગભગ એક ડઝન જેટલી ટ્રેનો પ્રભાવિત થઈ છે. આ ટ્રેનોમાં હજરત નિઝામુદ્દીનથી મુંબઈ વાંદરા વચ્ચે ચાલતી 12910 ગરીબ રથ એક્સપ્રેસ, ચંડીગઢ અને મુંબઈ વચ્ચેની ટ્રેન 22452 વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ પ્રભાવિત થઈ છે. 



આ ઉપરાંત પ્રભાવિત થનારી ટ્રેનોમાં 1407-રાણકપુર એક્સપ્રેસ, 12964- ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસ રાજધાની એક્સપ્રેસ, 12922 ફ્લાઈંગ એક્સપ્રેસ, 1938 અવધ એક્સપ્રેસ, 12484 એએસઆર કેસીવીએલ એક્સપ્રેસ, 22956 કુચ એક્સપ્રેસ, 12228 ઈન્દોર-મુંબઈ સેન્ટ્રલ એસી દુરન્તો એક્સપ્રેસ, 12479 સૂર્યનગરી એસએફ એક્સપ્રેસ (પીટી), 93008 ડીઆરડી બીવીઆઈ લોકલ, 71088 બોઈસર-વસઈ રોડ ડેમૂ એક્સપ્રેસ સામેલ છે. 



ઉલ્લેખનીય છે કે મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન લગભગ 182.37 એમએમ વરસાદ થયો છે. અત્યાર સુધી મુંબઈમાં કુલ 1813.31 એમએમ વરસાદ થઈ રહ્યો છે. 2017માં મુંબઈમાં કુલ 1066.20 એમએમ વરસાદ થયો છે. હાલ ચોમાસાની શરૂઆત સાથે જ મુંબૂઈમાં ગત વર્ષથી લગભગ 747 એમએમ વધુ વરસાદ થઈ ચૂક્યો છે. આગળ પણ મુંબઈમાં જો આ પ્રકારે વરસાદ વરસતો રહ્યો તો રેલવે સહિત મુંબઈગરાઓ માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે.