Mumbai Weather Forecast Update Today: મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પુરે તબાહી મચાવી દીધી છે. રાયગઢ, રત્નાગિરી, અને કોલ્હાપુર જેવા જિલ્લાઓમાં સતત વરસાદના કારણે અનેક નદીઓમાં પાણીના સ્તર વધી ગયા છે. આવામાં પ્રશાસને પુરના જોખમને જોતા નદીઓના કિનારે વસેલા ગામને અલર્ટ જાહેર કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે આ જિલ્લાઓમાં બનેલા બંધ જોખમના નિશાનની લગભગ નજીક પહોંચી રહ્યા છે. સંભવિત જોખમને જોતા જિલ્લા પ્રશાસન પાણી છોડવાની યોજના બનાવી રહ્યું છે. પરંતુ ચિંતા છે કે પુરનું પાણી છોડવામાં આવ્યું તો અનેક ગામડાઓ પ્રભાવિત થશે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં પડી રહેલા ભારે વરસાદે મુંબઈને જ જાણે સમુદ્ર જેવો બનાવી દીધો છે. થાણામાં ખાડામાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે. 


મુંબઈમાં આજે ફરી વરસાદ
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદનો સિલસિલો ચાલુ છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ટ્રેનો અને વાહનોના ટ્રાફિક પર અસર થઈ છે. હવામાન ખાતાની આગાહી મજુબ આજે પણ શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અત્રે જણાવવાનું કે ભારે વરસાદના કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈની રફતાર જાણે અટકી ગઈ છે. લોકોને પોતાની ઓફિસો, કે અન્ય સ્થળો પર પહોંચવા માટે ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે. વાહનવ્યવહાર પણ ખુબ પ્રભાવિત થયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube