મુંબઈ: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાનના કેસથી અલગ થયા બાદ એનસીબીના અધિકારી સમીર વાનખેડેએ નિવેદન આપ્યું છે. સમીર વાનખેડે (Sameer Wankhede) એ જણાવ્યું કે તેમને મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટરના પદેથી હટાવવામાં આવ્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમીર વાનખેડેએ શું કહ્યું?
સમીર વાનખેડેએ ઝી ન્યૂઝને જણાવ્યું કે મુંબઈ ઝોનના ઝોનલ ડાયરેક્ટર તરીકે હું છું અને રહીશ. તે પદેથી મને હટાવવામાં આવ્યો નથી. મારી પણ માંગણી હતી કે સેન્ટ્રલ એજન્સી આર્યન ખાન કેસ અને નવાબ મલિકના આરોપો મામલે તપાસ કરે આથી એ સારું થયું. SIT હવે તપાસ કરશે. 


ડ્રગ્સ સંલગ્ન ઓપરેશન કરતો રહીશ
એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું કે ડ્રગ્સ અંગે જે ઓપરેશન કરું છું તે કરતો રહીશ. મને દિલ્હી અટેચ કરાયો નથી. મારા આ કેસથી અલગ થવાનો આદેશ કાલે આવ્યો છે. સોમવારે DDG જ્ઞાનેશ્વર સિંહ ફરીથી મુંબઈ જઈ રહ્યા છે., 


કેસથી હટવા પર સમીર વાનખેડેનું નિવેદન
સમીર વાનખેડેએ એમ પણ કહ્યું કે આ કેસનો IO નહતો. મે કોર્ટને સામેથી Writ Petition માં કહ્યું હતું કે આ કેસની તપાસ સેન્ટ્રલ એજન્સી પાસે કરાવવામાં આવે. 


અત્રે જણાવવાનું કે દિલ્હીની ટીમ હવે આર્યન ખાન કેસ, સમીર ખાન કેસ, અરમાન કોહલી કેસ, ઈકબાલ કાસકર કેસ, કાશ્મીર ડ્રગ્સ કેસ અને વધુ એક કેસની તપાસ કરશે. આ કેસ મુંબઈ એનસીબીના ઝોનના હતા. 


નોંધનીય છે કે આર્યન ખાન કેસની તપાસ હવે સંજય સિંહ કરશે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાનના કેસથી પણ સમીર વાનખેડે અલગ થઈ ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube