Nupur Sharma ને Mumbra પોલીસે સમન પાઠવ્યું, 22 જૂને હાજર થવું પડશે
Mumbra Police summons Nupur Sharma: પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીનો મામલો ગરમાઈ રહ્યો છે. ભાજપના સસ્પન્ડેડ પ્રવક્તા નુપુર શર્માની મુશ્કેલીઓ પણ વધી રહી છે.
Mumbai Police summons Nupur Sharma: પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીનો મામલો ગરમાઈ રહ્યો છે. ભાજપના સસ્પન્ડેડ પ્રવક્તા નુપુર શર્માની મુશ્કેલીઓ પણ વધી રહી છે. હવે મહારાષ્ટ્રની મુંબ્રા પોલીસે આ મામલે તેમને સમન પાઠવ્યું છે. નુપુરે 22 જૂનના રોજ મુંબ્રા પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
અત્રે જણાવવાનું કે આ અગાઉ મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દિલીપ વલસે પાટિલે કહ્યું હતું કે નુપુર શર્માએ જે પ્રકારે પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરી તેને લઈને કેસ દાખલ થયો છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને તેમના વિરુદ્ધ શું કાર્યવાહી થશે તે અંગે નિર્ણય લેવાશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV