નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓને આશંકા છે કે આ મહિને બુધવારે થયેલા આનંતનાગમાં CRPF પર હુમલાનો માસ્ટરમાઈન્ડ મુશ્તાક અહેમદ ઝરગર હોઈ શકે છે. અનંતનાગમાં થયેલા હુમલામાં CRPFના 5 જવાન શહીદ થયા હતા અને જમ્મુ-કાશ્મીર પોલીસના 3 જવાન ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી અલ-અમર-મુજાહિદ્દીન નામના સંગઠને લીધી છે, જેનો વડો મુશ્તાક અહેમદ ઝરગર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુપ્તચર એજન્સીઓને આશંકા છે કે, પાકિસ્તાનની ISIની મદદથી જરગરે જૈશ અને હિઝબુલના આતંકીઓ પાસે હુમલો કરાવ્યો છે. કેન્દ્રીય સુરક્ષામાં તૈનાત એક અધિકારીના જણાવ્યા અનુસાર, અલ-અમર-મુજાહિદ્દીનનું કાશ્મીરનું નેટવર્ક નહીં જેવું જ છે અને બની શકે કે તેણે આ હુમલામાં જૈશ અને હિઝબુલની મદદ લીધી હોય.  


ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં CRPFના કાફલા પર થયેલા હુમલામાં 40 જવાન શહીદ થયા હતા અને આ અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો હતો. 


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....


મુશ્તાક અહેમદ ઝરગર કાશ્મીરનો આતંકવાદી છે, જેને ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC-814ના હાઈજેકિંગની ઘટનામાં મુસાફરોને મુક્ત કરવાના બદલામાં ભારત દ્વારા છોડી મુકવામાં આવ્યો હતો. ઝરગરની સાથે જ જૈશના વડા મૌલાના મસૂદ અઝહર અને ઉમર સઈદ શેખને પણ ભારતે છોડી મુક્યા હતા. 


ઝરગર અંગે ગુપ્તચર એજન્સીઓને આશંકી છે કે, તે બાલાકોટના જૈશ ટેરર કેમ્પમાં પણ આતંકીઓની ટ્રેનિંગમાં સામેલ રહ્યો છે. ભારતે પુલવામા હુમલા પછી બાલાકોટના આ જ કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો.


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....