Concert Economy: દેશમાં વીતેલા 1 વર્ષ દરમિયાન ઈન્ટરનેશનલ સ્ટાર્સના મ્યુઝિક કોન્સર્ટનું ચલણ વધ્યું છે. હાલમાં જ 25-26 જાન્યુઆરીએ અમદાવાદમાં આયોજિત કોલ્ડ પ્લે કોન્સર્ટે રેકોર્ડ તોડી નાંખ્યો છે. વીતેલા દિવસોમાં અનેક મ્યુઝિક કોન્સર્ટની જાહેરાત કરવામાં આવી છે. તેનાથી દેશની ઈકોનોમીને બૂસ્ટ મળશે તે નક્કી છે. ત્યારે પીએમ મોદી કેમ ભારતમાં તેનો સ્કોપ જોઈ રહ્યા છે? ચાલો જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના કોન્સર્ટે ટેક્સાસનો રેકોર્ડ તોડ્યો
આ બે દેશના બે રાજ્યના શહેરના આંકડા તે દર્શાવવા પૂરતા છે કે, ભારતમાં હવે ધીમે-ધીમે મ્યુઝિક કોન્સર્ટનું ચલણ વધવા લાગ્યું છે. હાલમાં અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટે અમેરિકાના ટેક્સાસમાં યોજાયેલા મ્યુઝિક કોન્સર્ટનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. તેનાથી ભારતમાં મ્યુઝિક કોન્સર્ટનું ભવિષ્ય ઉજ્જવળ હોય તેવું લાગી રહ્યું છે.


આ 3 રાશિઓની બુદ્ધિ, બિઝનેસમાં થશે લાભ જ લાભ, બુધનું નક્ષત્ર ગોચર અપાવશે છપ્પરફાડ ઘન!


મ્યુઝિક કોન્સર્ટ ઈકોનોમી
ભારતના પ્રધાનમંત્રી મોદીએ પણ અમદાવાદનું ઉદાહરણ આપીને દેશમાં કોન્સર્ટ ઈકોનોમીને વધારવાની અપીલ કરી છે.  હવે તમારા મનમાં સવાલ થતો હશે કે, કોન્સર્ટનો કેટલો મોટો બિઝનેસ છે? તો તે પણ સમજવાની જરૂર છે.


અનેક દેશની ઈકોનોમીમાં કોન્સર્ટનો મોટો ભાગ
દુનિયાના અનેક દેશોની ઈકોનોમીમાં લાઈવ મ્યુઝિક કોન્સર્ટનો મોટો રોલ છે. જેમાં સિંગાપુર, અમેરિકા અને સાઉથ કોરિયા મુખ્ય છે. 2023માં લાઈવ કોન્સર્ટથી દુનિયાભરમાં 31 બિલિયન ડોલરની કમાણી થઈ છે. પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટના કોન્સર્ટથી ઉત્તરી અમેરિકાની ઈકોનોમીમાં 4.6 બિલિયન ડોલરનો ઉછાળો આવ્યો. જ્યારે બ્રિટનની ઈકોનોમીમાં 1 બિલિયન ડોલરનો ઉછાળો આવ્યો છે. 3 મહિનામાં લોકોએ મ્યુઝિક કોન્સર્ટની ટિકિટ મેળવવા 700થી 900 કરોડનો ખર્ચ કર્યો.


આ છે વિશ્વની મોસ્ટ વોન્ટેડ ગર્લફ્રેન્ડ, હજારો યુવકોએ ડેટિંગ માટે કરી અરજી


ભારતમાં મોટો સ્કોપ જોઈ રહ્યા છે PM મોદી
ગ્લોબલ કોન્સર્ટને જોતા ભારત હાલમાં આ સેક્ટરમાં નવું ખેલાડી ચોક્કસ છે. પરંતુ તેનું ભવિષ્ય ઉજ્જવળ જોવા મળી રહ્યું છે. તેનાથી ભારતને શું ફાયદો થશે તેનો ખુલાસો પીએમ મોદીએ ઓડિશાની ધરતી પરથી આપી દીધો.


ભારતમાં વધી રહ્યું છે કોન્સર્ટનું પ્રમાણ
દુનિયાના વિવિધ કલાકારોની સાથે સાથે ભારતના સ્ટાર કલાકારો પણ કોન્સર્ટ કરવા લાગ્યા છે. તે કલાકારોના મોટા પ્રમાણમાં દર્શકો અને શ્રોતાઓ હોવાથી ચોક્કસથી કોન્સર્ટમાં પહોંચે છે. આશા રાખીએ કે કોન્સર્ટ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે. જેથી દેશની ઈકોનોમીને મોટો ફાયદો થયો છે.