નીતિન પાટણકર, પુણે: મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગણી હજુ ઠંડી પણ નહતી પડી ત્યાં વધુ એક સમુદાયે અનામતની માગણી કરી અને લોકો રસ્તા પર ઉતરી આવ્યાં. અત્રે જણાવવાનું કે હવે પુણેમાં મુસ્લિમ સમાજે અનામતની માગણી લઈને મોરચો કાઢ્યો છે. મરાઠા મોરચાની જેમ જ આ મોરચો કાઢવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ મોરચામાં લાકો મુસ્લિમ સમાજના લોકો સામેલ થયા છે. અનામતની માગણીને લઈને આંદોલન કરી રહેલા લોકોની મુખ્ય માગણી એ છે કે મુસ્લિમ સમાજને મહારાષ્ટ્રમાં 5 ટકા અનામત તરત આપવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોળીબાર મેદાનથી શરૂ થયો મુસ્લિમ મોરચો
અત્રે જણાવવાનું કે ગોળીબાર મેદાનથી શરૂ થયેલો આ મુસ્લિમ મોરચો સેવન લવ ચોક, ભવાની પેઠ, નરપતગિરી ચોક, માલધક્કા થઈને કાઉન્સિલ હોલ પહોંચ્યો. ખાસ વાત એ હતી કે આ મોરચામાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં સામેલ થઈ હતી. મુસ્લિમ મહિલાઓના એક શિષ્ટમંડળે વિભાગીય આયુક્તને અનામત મુદ્દે એક નિવેદન આપ્યું અને ત્યારબાદ આ મોરચો ખતમ થઈ ગયો. 



રાજકીય પક્ષોએ કર્યો હતો ચૂંટણી વાયદો
મળતી માહિતી મુજબ મુસ્લિમ સમાજ 5 ટકા અનામતની માગણી કરી રહ્યો છે. નોંધનીય છે કે રાજકીય પક્ષોએ પોતાના ચૂંટણી વાયદામાં મુસ્લિમ સમાજને અનામતની માગણીની રજુઆત કરી હતી. પરંતુ હજુ સુધી અનામત ન મળતા મુસ્લિમ સમાજ નારાજ છે. અને હવે અનામતની માગણી લઈને મરાઠા સમાજની જેમ જ મૂક મોરચો કાઢવાનું શરૂ કરી દીધુ છે. આ શ્રેણીનો આ પહેલો મોરચો છે. 



મુસ્લિમ સમાજની માગણીઓ


- મુસ્લિમ સમાજને તરત 5 ટકા અનામત આપવામાં આવે.
- દેશભરમાં મોબલિંચિંગમાં 78થી વધુ નિર્દોષ મુસ્લિમ સમાજના લોકોને મારવામાં આવ્યાં છે. તેમના અપરાધીઓની તરત ધરપકડ  કરીને ફાંસી આપવામાં આવે. 
- મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મામલામાં સરકાર હસ્તક્ષેપ ન કરે. 
- વક્ફ બોર્ડ પર બનેલા ગેરકાયદેસર નિર્માણને હટાવવામાં આવે. 
- મુસ્લિમ અને અન્ય અલ્પસંખ્યક સમાજ પર થતા જાતીય અને ધાર્મિક અત્યાચાર પર તરત રોક લગાવવામાં આવે. 
- મુસ્લિમ સમાજને એટ્રોસિટી એક્ટ હેઠળ સુરક્ષા આપવામાં આવે.